ગુજરાતના નાના શહેર જુનાગઢની અને મૂળ વતન ડોળાસાની જેન્સી દીપકભાઈ કાનાબાર આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. જુનાગઢના જીમખાના ટેનીસ કોર્ટનું નામ કુમારી જેન્સી કાનાબાર ટેનીસ કોર્ટના નામે ઓળખાશે
જેન્સી દીપકભાઈ કાનાબારે ઓસ્ટ્રેલીયા ખાતે એશિયા પેસિફિક એલાઈટ ટ્રોફી ૨૦૨૬ નો જુનિયર્સ ખિતાબ જીતી સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે. ફાઈનલમાં તેઓએ ઓસ્ટ્રેલીયાની ખેલાડીને હરાવી હતી. આ ખિતાબ જીતી ૨ જી ફેબ્જુરુઆરીએ જુનાગઢ પહોચવાની સાથે જેન્સીનું જુનાગઢ વાસીઓએ અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં રમતજગતના પ્રેમીઓ તેમના સ્વાગત માટે યોજાયેલ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી મજેવડી ગેઇટથી સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ સુધી યોજવામાં આવેલ હતી. જુનાગઢના કલેકટર અનીલ રાણાવશીયા આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા જુનાગઢ જીમખાનાના ટેનીસ કોર્ટનું નામ કુમારી જેન્સી કાનાબાર ટેનીસ કોર્ટ તરીકે અનાવરણ કરવા જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ જેન્સી કાનાબારને જીમખાનાની માનદ સભ્યપદ પણ પ્રદાન કરવામાં આવ્યું છે. કલેકટર દ્વારા પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે જેન્સી જેવા વ્યક્તિ સમગ્ર દેશમાં અને ખાસ કરીને યુવાનો માટે ગૌરવપૂર્ણ ઉદાહરણ પૂરું પાડે છે. આ સાથે જુનાગઢમાં ૧૩ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના નિર્માણ થશે તેવી માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી. જેન્સી કાનાબાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ સાળા ત્રણ વર્ષની હતી ત્યારથી ટેનીસ રમવાની શરૂવાત કરેલ હતી. તેમના દ્વારા આ સફળતાનું શ્રેય પોતાની મહેનત ઉપરાંત પોતાના કોચ અને પિતા દીપકભાઈ કાનાબારને આપ્યું હતું. જેન્સીના પરિવારના નજીકના સભ્યો સાથે વાત કરતા તેઓ સૌએ જેન્સીની મહેનતને તો બિરદાવી જ હતી પરંતુ તેના પિતા દીપકભાઈ કાનાબારના જેન્સીના ટેનીસ રમવા બાબતેના અભૂતપૂર્વ સમર્થનને પણ આ સફળતાના મહત્વના કારણ તરીકે ગણાવ્યો હતો. જયારે ટેનીસ જેવી મોંઘા અને ખર્ચાળ રમત માટે જુનાગઢ જેવા નાના શહેરોમાં કોઈ સગવડ નાં હતી ત્યારે તેમના પિતા કે જેઓ સરકારી નોકરી કરે છે તેઓએ જેન્સી માટે ટેનીસ કોર્ટ ઉભો કર્યો હતો જેથી જેન્સી પ્રેક્ટીસ કરી શકે. આ ઉપરાંત ટેનીસ રમવા માટે જેન્સી વિવિધ જગ્યાએ જાય ત્યારે તેની સાથે જવા નોકરીમાં અનેક વાર ઘર્ષણનો પણ તેઓએ સામનો કરેલ છે. દેશ વિદેશની યાત્રાના ખર્ચ અને કોચિંગના ખર્ચ પણ પોતાની માર્યાદિત આવક માંથી કરવા એ પિતા તરીકે પૂર્તિને આપમાં આવેલ અભૂતપૂર્વ સપોર્ટનો નિર્દેશ કરે છે. ઉલ્લેખનીય છે કે જેન્સી મૂળ ડોળાસા ગામની વાતની છે જે ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર જીલ્લાનું એક ખુબ નાણું ગામ છે. આજે વિશ્વ ફલક પર ભારતનું તથા પોતાના પરિવારનું નામ રોશન કરનાર જેન્સી આજે વિશ્વ મીડિયાના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. જેન્સીની સફળતાની સફર જુનાગઢ જેવા "ટીયર ૩" સીટીના વ્યક્તિની અદમ્ય ઈચ્છા, મહેનતની તો સફર છે જ પણ સાથે આ એક પિતાની પોતાના પુત્રીના સપના પુરા કરવા કરેલા પુરુષાર્થની પણ ગાથા ગણી શકાય.
Comments
તમારો પ્રતિભાવ આપો
પ્રા. અજય ભાઈ મોરઝરિયા
03 Feb, 2026વિજયભાઈ રાયચુરા - જેતપુર.
03 Feb, 2026