કાયદો અને વ્યવસ્થા

ભારતીય નાગરિકોના ડેટાની ગોપનીયતા બાબતે વોટ્સએપને સુપ્રીમ કોર્ટની ફટકાર

Bhavya D. Popat February 4, 2026 • 5 min read
શેર કરો:
0:00
AUDIO

ભારતના લોકોની ડેટાની પ્રીવસી (ગોપનીયતા) ધ્યાન રાખો અથવા ભારત છોડો!!

સુપ્રીમ કોર્ટ દ્વારા વોટ્સ એપની ૨૦૨૧ની પ્રીવાસી પોલીસી બાબતે ચાલી રહેલ કેસમાં મહત્વની ટીપ્પણી કરતા કંપનીને જણાવ્યું હતું કે ભારતના લોકોના ડેટાની ગોપનીયતા બાબતે કોઈ સમાધાન શી શકે નહિ. આ સાથે ભારતની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થાએ મેટા પ્લેટફોર્મ્સ, વોટ્સએપની પેરેન્ટ કંપની, ને તેની મેસેજિંગ સેવાઓ સંબંધિત રાષ્ટ્રના કાયદાકીય અને નિયમનકારી માળખાનું સંપૂર્ણ પાલન કરવાની માંગણી કરતી એક કડક સૂચના જારી કરવામાં આવી છે. અદાલતનો આ અભિગમ ડેટા ગોપનીયતા, વપરાશકર્તા સુરક્ષા અને ભારતીય અધિકારક્ષેત્રમાં વૈશ્વિક ટેકનોલોજી કોંગ્લોમેરેટ્સની ઓપરેશનલ સ્વાયત્તતાની આસપાસ ચાલી રહેલી ચર્ચામાં એક નિર્ણાયક વળાંક દર્શાવે છે. ન્યાયતંત્રનો આ હસ્તક્ષેપ વોટ્સએપની ડેટા શેરિંગ નીતિઓ અને સ્થાપિત ભારતીય કાયદાઓનું પાલન અંગેની સતત ચિંતાઓ બાદ આવ્યો છે. સૂત્રો સૂચવે છે કે સર્વોચ્ચ અદાલતે કંપનીના અભિગમ પ્રત્યે ઊંડી અસંતોષ વ્યક્ત કર્યો છે, જે વર્તમાન કાયદાકીય સીમાઓમાં આ મુદ્દાઓને ઉકેલવા માટે અપૂરતી પ્રતિબદ્ધતાનો સંકેત આપે છે. આ સાથેજ સુપ્રીમ કોર્ટના આ વલણે ફરી એક બાબત સ્પષ્ટ કરી છે કે દેશમાં કાર્યરત તમામ સંસ્થાઓ, કંપનીઓના વૈશ્વિક કદને ધ્યાનમાં લીધા વિના, રાષ્ટ્રીય કાયદાઓ અનુસાર કાર્ય કરવું પડશે. ભારતમાં લાખો લોકો માટે મહત્વપૂર્ણ સંચાર સાધન હોવાને કારણે વોટ્સએપના વ્યાપક પ્રવેશ અને ઉપયોગને જોતાં ઠપકો ખાસ નોંધપાત્ર ગણી શકાય. અદાલતની મક્કમ સ્થિતિ આ વપરાશકર્તાઓની ગોપનીયતા અને ડેટા સુરક્ષાને સુરક્ષિત કરવાનો હેતુ ધરાવે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તકનીકી પ્રગતિ ભારતીય કાયદા હેઠળ આપવામાં આવેલ મૂળભૂત અધિકારોના ભોગે ન આવે.

ધ અધર વ્યુ:

આ બાબતને અન્ય દ્રષ્ટિકોણથી જોવી પણ જરૂરી છે. જયારે વોટ્સ એપ જેવી કંપની દેશભરના લોકોને ફ્રીમાં મેસેન્જીંગ સર્વિસ આપી રહી છે ત્યારે તેઓ આ સેવા સામે વળતરની અપેક્ષા રાખે તે સમજી શકાય તેવી બાબત છે. મેટા કંપની દ્વારા ભારતમાં ફેસબુક અને વોટ્સ એપને કોઈ પણ રકમ લીધા વગર વપરાશ માટે લોકોને આપે છે ત્યારે તેઓની આવકનો મુખ્ય સ્ત્રોત જાહેરાતનો હોય છે. આ જાહેરાતોના યોગ્ય સંચાલન માટે વપરાશકર્તાઓનો ડેટા મેળવવો ઘણા અંશે જરૂરી છે. આ ડેટાના કારણે જ જાહેરાત આપનારી કંપનીઓની વસ્તુ કે સેવાની જાહેરાત યોગ્ય વ્યક્તિ (ટાર્ગેટ ઓડીયન્સ) સુધી પહોંચે છે. મેટા, ગુગલ જેવી કંપનીઓના સ્ટાફના પગાર, સર્વરની જાળવણી બાબતે મોટો ખર્ચ થયો હોય છે. આ જાહેરાતની આવકના કારણે જ મેટા જેવી કંપનીઓ પોતાના મસમોટા ખર્ચને પહોચી શકે છે. જો ડેટાની ગોપનીયતાના કારણે જાહેરાતોની આવકમાં અસર થાય તો આવી કંપનીઓએ વપરાશકર્તા પાસેથી ચાર્જ વસુલાત કરવા અંગે પણ વિચારી શકે. અત્યારે પણ વોટ્સ એપ, ગુગલ દ્વારા ઘણા એવી સેવા રજુ કરવામાં આવી રહ્યા છે જેમાં વપરાશકર્તાને એડ્સ જોવી નાં પડે પણ તેના બદલે માસિક કે વાર્ષિક રકમ ફી તરીકે ભરવી પડે છે. આમ, મેટા, ગુગલ જેવી કંપનીઓને ડેટાની ગોપનીયતા બાબતે ઘણીવાર વિવિધ કોર્ટ, ન્યાયી-અર્ધ ન્યાયી સંસ્થાઓ અને જનતા દ્વારા પણ ટીકા થતી હોય છે. પરંતુ આ બાબતે "ધ અધર વ્યુ" માં વિચારવાની બાબત એ છે કે શું આ કંપનીઓ પોતાની સેવા માટે તમામ વપરાશકર્તા માટે ચાર્જ શરુ કરી આપે તો?? શું આ સેવા વગર વપરાશકર્તા આજના યુગમાં જીવી શકે??

"ધ અધર વ્યુ" લખવાનું કારણ આ કંપનીઓની ડેટા ગોપનીયતાની પોલીસીનું સમર્થન કરવાંનો નથી. માત્ર વાચક સીક્કની બીજી બાજુ પણ સમજી શકે માટે આ મત રજુ કરવામાં આવ્યો છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

સંબંધિત સમાચાર

Advertisement
TEST AD - SHOULD SHOW