નાણાકીય

બજેટ ૨૦૨૬-૨૭: ઇન્કમ ટેક્સ એક્ટના મુખ્ય ફેરફારો અને જોગવાઈઓ

LALIT GANATRA February 6, 2026 • 7 min read
શેર કરો:
0:00
AUDIO

બજેટ ૨૦૨૬-૨૭ અંતર્ગત ઇન્કમ ટેક્સ એક્ટ, ૨૦૨૫ અને ઈન્કમટેક્ષ 1961 માં સૂચિત કરવામાં આવેલા મુખ્ય ફેરફારો અને જોગવાઈઓનો સારાંશ નીચે મુજબ છે.

૧. પર્સનલ ટેક્સ અને સ્લેબમાં ફેરફાર (Rate of Income Tax) --------------------------------------------------
નવી ટેક્સ રિજીમ (New Tax Regime):
ટેક્સ સ્લેબ: નવી કર વ્યવસ્થા માં દરમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી: • ₹ ૦ - ૪ લાખ: શૂન્ય • ₹ ૪ - ૮ લાખ: ૫% • ₹ ૮ - ૧૨ લાખ: ૧૦% • ₹ ૧૨ - ૧૬ લાખ: ૧૫% • ₹ ૧૬ - ૨૦ લાખ: ૨૦% • ₹ ૨૦ - ૨૪ લાખ: ૨૫% • ₹ ૨૪ લાખથી વધુ: ૩૦%
જૂની ટેક્સ રિજીમ (Old Tax Regime): જૂની ટેક્સ વ્યવસ્થામાં સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹૫૦,૦૦૦ જ રહેશે.

૨. રિટર્ન ફાઈલિંગ અને સમયમર્યાદા (Return Filing & Due Dates) --------------------------------------------------
• રિવાઈઝડ રિટર્ન: રિવાઈઝડ રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા વધારીને હવે ૧૨ મહિના (ટેક્સ વર્ષના અંતથી) કરવામાં આવી છે, જે પહેલા ૯ મહિના હતી. જોકે, મોડું રિટર્ન ફાઈલ કરવા પર ફી લાગુ થશે.

• રિટર્ન ભરવાની તારીખ (Due Dates): નોન-ઓડિટ બિઝનેસ અને ટ્રસ્ટો માટે રિટર્ન ભરવાની તારીખ ૩૧ જુલાઈથી વધારીને ૩૧ ઓગસ્ટ કરવામાં આવી છે. પગારદાર વ્યક્તિઓ માટે તારીખ ૩૧ જુલાઈ જ રહેશે.
• અપડેટેડ રિટર્ન: હવે ખોટ (loss) ઘટાડવા માટે પણ અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકાશે.

૩. સામાન્ય કરદાતાઓ માટે રાહતો (Ease of Living) --------------------------------------------------
• મોટર વ્હીકલ ક્લેમ્સ: મોટર વ્હીકલ એક્ટ હેઠળ મળતા વળતર પર જે વ્યાજ (Interest) મળે છે, તે હવે સંપૂર્ણપણે કરમુક્ત (Exempt) ગણાશે. તેના પર કોઈ TDS કપાશે નહીં.
• પ્રોવિડન્ટ ફંડ (PF) માં ફાળો: કર્મચારીના ફાળા (Employee Contribution) ને જમા કરવાની તારીખ હવે એમ્પ્લોયરના રિટર્ન ફાઈલ કરવાની તારીખ સાથે જોડી દેવામાં આવી છે. અગાઉ દર મહિને ૧૫ દિવસમાં જમા કરાવવું પડતું હતું, હવે તેમાં રાહત મળશે.
• ૧૫G/૧૫H ફોર્મ: હવે કરદાતાએ દરેક બેંક કે સંસ્થાને અલગ અલગ ફોર્મ આપવાની જરૂર નથી. તેઓ ડિપોઝિટરી (જેમ કે NSDL/CDSL) ને સીધું ડેક્લેરેશન આપી શકશે.

૪. TDS અને પ્રોપર્ટી વ્યવહાર (TDS Provisions) --------------------------------------------------
• પ્રોપર્ટી ખરીદી: જો કોઈ ભારતીય વ્યક્તિ (Resident) બિન-નિવાસી ભારતીય (Non-Resident) પાસેથી મિલકત ખરીદે છે, તો હવે ખરીદનારને TAN નંબર લેવાની જરૂર નથી. તે પોતાના PAN કાર્ડ દ્વારા જ TDS ભરી શકશે.

• મેનપાવર સપ્લાય: મેનપાવર સપ્લાયને હવે "વર્ક" (Work) ની વ્યાખ્યામાં આવરી લેવામાં આવ્યું છે. આના પર વ્યક્તિગત/HUF માટે ૧% અને અન્ય માટે ૨% TDS કપાશે.

• નીચા TDS માટે અરજી: નાના કરદાતાઓ હવે ઈલેક્ટ્રોનિક માધ્યમથી ઓછા TDS કપાત માટેનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી શકશે.

• TCS દરો: વિદેશી ટુરમાં પેકેજ માટે હવે રકમ ગમે તેટલી હોય, ૨% ના દરે જ TCS કપાશે (પહેલા મર્યાદા હતી). શિક્ષણ અને મેડિકલ માટે વિદેશ નાણાં મોકલવા પર પણ TCS ઘટાડીને ૨% કર્યો છે.

૫. વિદેશી આવક અને સંપત્તિ (Foreign Assets Disclosure) --------------------------------------------------
• FAST-DS સ્કીમ: જે કરદાતાઓએ પોતાની વિદેશી સંપત્તિ કે આવક જાહેર નથી કરી, તેમના માટે "ફોરેન એસેટ્સ ઓફ સ્મોલ ટેક્સપેયર્સ - ડિસ્ક્લોઝર સ્કીમ ૨૦૨૬" લાવવામાં આવી છે.

• આ સ્કીમમાં ૩૦% ટેક્સ અને ૩૦% પેનલ્ટી ભરીને કાયદાકીય કાર્યવાહીથી બચી શકાશે.

• આ સ્કીમ ₹૧ કરોડ સુધીની અઘોષિત વિદેશી સંપત્તિ માટે છે.

૬. પેનલ્ટી અને પ્રોસીક્યુશન (Penalty & Prosecution) --------------------------------------------------

• પેનલ્ટીને બદલે ફી: ઓડિટ રિપોર્ટ મોડા ભરવા કે SFT (ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ) મોડા ભરવા બદલ હવે પેનલ્ટીને બદલે ઓટોમેટિક "ફી" (Fee) વસૂલવામાં આવશે.

• પ્રોસીક્યુશનમાં રાહત: ₹૧૦ લાખથી ઓછી ટેક્સ ચોરીના કેસમાં હવે જેલની સજા થશે નહીં, માત્ર દંડ થશે. મહત્તમ સજા પણ ૭ વર્ષથી ઘટાડીને ૨ વર્ષ કરવામાં આવી છે.

• ક્રિપ્ટો કરન્સી: ક્રિપ્ટો એસેટના ટ્રાન્ઝેક્શન રિપોર્ટ ન કરવા બદલ અથવા ખોટી માહિતી આપવા બદલ પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી છે.

૭. સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bonds - SGB) --------------------------------------------------

• કરમુક્તિ અંગે સ્પષ્ટતા: સોવરેન ગોલ્ડ બોન્ડમાં કેપિટલ ગેઈન ટેક્સમાંથી મુક્તિ ત્યારે જ મળશે જો બોન્ડ ઓરીજીનલ ઈશ્યુ વખતે ખરીદ્યા હોય અને મેચ્યોરિટી (પાકતી મુદત) સુધી જાળવી રાખ્યા હોય.

• સેકન્ડરી માર્કેટમાંથી ખરીદેલા અથવા વહેલા રિડીમ કરેલા બોન્ડ પર ટેક્સ લાગશે.

૮. કોર્પોરેટ અને અન્ય જોગવાઈઓ --------------------------------------------------
• MAT (Minimum Alternate Tax): જૂની ટેક્સ રિજીમમાં રહેતી કંપનીઓ માટે MAT નો દર ૧૫% થી ઘટાડીને ૧૪% કરવામાં આવ્યો છે. નવી રિજીમમાં MAT લાગુ પડશે નહીં.

• શેર બાયબેક (Buyback): કંપની દ્વારા શેર બાયબેક કરવામાં આવે તો શેરધારકને થતી આવક હવે "કેપિટલ ગેઈન" ગણાશે અને તે મુજબ ટેક્સ લાગશે.

• સહકારી મંડળીઓ (Cooperatives): કપાસિયા (Cotton seed) અને પશુ આહાર (Cattle feed) ના સપ્લાય પર પ્રાથમિક સહકારી મંડળીઓને હવે ૧૦૦% ડિડક્શન મળશે.
નોંધ: આ ફેરફારો સામાન્ય રીતે ૧લી એપ્રિલ ૨૦૨૬ (આકારણી વર્ષ ૨૦૨૬-૨૭) થી અમલમાં આવશે.

Comments

તમારો પ્રતિભાવ આપો
B
Bipinchandra B Patel
06 Feb, 2026
Very Good Important information
K
KAUSHIK PANDYA
06 Feb, 2026
VERY GOOD
D
dilip kathiriya
06 Feb, 2026
simpal & best tips for bujjer

સંબંધિત સમાચાર

Advertisement
TEST AD - SHOULD SHOW