સ્થાનિક

કેન્દ્રીય બજેટ - ૨૦૨૬ નો પરિસંવાદ યોજાયો

Bhavya D. Popat February 6, 2026 • 2 min read
શેર કરો:
0:00
AUDIO

કેન્દ્રીય બજેટ - ૨૦૨૬ નો પરિસંવાદ યોજાયો ધ ટેક્ષ પ્રેકટીશનરસ એસોસિએશન, નડિયાદ અને નડિયાદ સીપીઇ સ્ટડી સર્કલ ના સંયુક્ત ઉપક્રમે હોટલ એકવેનોઝ ખાતે કેન્દ્રીય બજેટ - ૨૦૨૬ યોજાયો. બંને એસોસિએશન વતી દેવીનભાઈ પટેલે વક્તાશ્રી સીએ પલક પાવાગઢી ને પુષ્પગુચ્છ આપી આવકાર આપેલ. ગુજરાતના યુવા અને ખ્યાતનામ વક્તા સીએ પલક પાવાગઢીએ બજેટ અન્વયે ઈન્કમ ટેક્ષ કાયદા અન્વયે વિસ્તૃત અને સરળ ભાષામાં વક્તવ્ય રજુ કરીને ટેક્ષ વ્યવસાયિઓને બજેટ અંગે ના સુધારા વિશે અવગત કરેલ.. આ કાર્યક્રમમાં ટીપીએ પ્રમુખ પ્રેમલ શાહ, મંત્રી દિવ્યેશ જોટાણીયા, નડિયાદ સીપીઇ સ્ટડી સર્કલ કન્વીનર સીએ ભાવિન પરીખ, ડેપ્યુટી કન્વીનર સીએ નિરલ શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ, ટેક્ષ વ્યવસાયિઓ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

Additional Image

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW