ક્રિકેટ

ભારતીય અન્ડર ૧૯ ટીમએ રેકોર્ડ છઠી વખત જીત્યો ICC વર્ડ કપ: પણ ICC તરફથી નાણાકીય ઇનામો આપવામાં નાં આવ્યા!!

Bhavya D. Popat February 7, 2026 • 5 min read
શેર કરો:
0:00
AUDIO

હરારે ખાતે ઇંગ્લેન્ડને ફાઈનલમાં ૧૦૦ રને આપી હાર: રન મશીન વૈભવ સૂર્યવંશીના તોફાની ૮૦ બોલ માં ૧૭૫ રનની રેકોર્ડ ઇનિંગ

ભારતીય અન્ડર ૧૯ ક્રિકેટ વર્ડ કપ રેકોર્ડ છઠી વખત જીતી લીધો છે. હરારે ખાતે ૦૬ ફેબ્રુઆરીએ રમાયેલી ફાઈનલ મેચમાં ભારતની ટીમેં ઉત્કૃષ્ટ ક્રિકેટનું પ્રદર્શન કરી ઇંગ્લેન્ડની અન્ડર ૧૯ ટીમને ૧૦૦ રને હાર આપી છે. ભારતીય કેપ્ટન આયુષ મહાત્રે દ્વારા ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી વૈભવ સૂર્યવંશીએ ૮૦ બોલમાં ૧૭૫ રણની રેકોર્ડ બેટિંગ કરી હતી. જયારે ભારતીય કેપ્ટન આયુષ મહાત્રેએ પણ ૫૩ રનની મહત્વની ઇનિંગ રમી હતી. ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે તોતિંગ ૪૧૧ રન ખડક્યા હતા. ૪૧૨ રનના ટાર્ગેટ માટે ઇંગ્લેન્ડ દ્વારા પણ ઝડપી ક્રિકેટ રમવામાં આવ્યું હતું પણ આ ઉંચી ગતિએ રન બનાવવા જતા તેઓ સતત વિકેટ ગુમાવતા રહ્યા હતા અને સંપૂર્ણ ટીમ ૪૦.૨ ઓવર્સમાં ૩૧૧ રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી. જો ઇંગ્લેન્ડની ટીમ વિકેટ બચાવી શકી હોત તો કદાચ આ ફાઈનલ મેચ વધુ રોચક સ્થિતિમાં પહોચી શક્યો હોત. ભારતીય બોલર અંબરીશ દ્વારા ૫૬ રનમાં ૩ વિકેટ લેવામાં આવી હતી અને કનિષ્ક ચૌહાણ દ્વારા ૬૩ રનમાં ૨ વિકેટ અને દીપેશ દેવેન્દ્રન દ્વારા ૬૪ રન આપી ૨ વિકેટ લેવામાં આવી હતી. પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ સીરીઝ બન્ને ખિતાબો ભારતીય યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને આપવામાં આવ્યો હતો.

ભારતીય જુનિયર પુરુષ ક્રિકેટ ટીમે ફરી એકવાર વૈશ્વિક યુવા સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવીને અંડર-19 વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. મેદાન પરના જબરદસ્ત પ્રદર્શન અને વિશ્વ ચેમ્પિયનશિપ જીતવાની પ્રતિષ્ઠા હોવા છતાં, વિજેતા ટીમને તેમની સિદ્ધિ માટે કોઈ ઇનામી રકમ ICC પાસેથી મળશે નહીં. આ અસામાન્ય પરિસ્થિતિ ટુર્નામેન્ટના વિશિષ્ટ માળખા અને સંચાલક મંડળના નિયમોમાંથી ઉદ્ભવે છે, જે ઇનામી રકમના વિતરણને નિયંત્રિત કરે છે. જ્યારે સિનિયર ખેલાડીઓ માટેની ICC ટુર્નામેન્ટ્સમાં મસમોટી ઇનામી રકમ હોય છે, U19 વર્લ્ડ કપના નાણાકીય પ્રોત્સાહનો અલગ રીતે રચાયેલા હોય છે. ICC ના નિયમ મુજબ અન્ડર ૧૯ ક્રિકેટની ટુર્નામેન્ટ સીધા નાણાકીય પુરસ્કારો કરતાં ક્રિકેટ તથા યુવાન ક્રિકેટરોના વિકાસ માટે યોજવામાં આવે છે અને નાણાકીય લાભ માટે યોજવામાં આવતી નથી. જો કે આનો અર્થ એવો નથી કે આ વિજેતા ટીમના ખેલાડીઓને કોઈ નાણાકીય રકમ આપવામાં આવશે નહિ. ICC દ્વારા તમામ દેશો જે આ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે તેમને નિયમાનુસાર આવકમાંથી ભાગ આપવામાં આવે છે. આમ, ભારતીય ક્રિકેટ બોર્ડને આ આયોજનમાંથી ભાગ મળશે. સામાન્ય રીતે વિજેતા દેશોના બોર્ડ પોતાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા મોટી રકમના ઇનામોની જાહેરાત કરતા હોય છે. ગત વખત જયારે ભારતીય અન્ડર ૧૯ ટીમ વિજેતા બની હતી ત્યારે પ્રત્યેક ખેલાડીને ૪૦ લાખ અને સપોર્ટ સ્ટાફને ૨૫ લાખની રકમ ઇનામ તરીકે ચુકવવામાં આવી હતી. આ વખતે આ રકમ ઘણી મોટી હોય શકે છે તેવી માહિતી મળી રહી છે.

ભારતીય યુવાનોની ક્રિકેટ ક્ષેત્રે દબદબો વધુ એક વખત આ સાથે કાયમ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમુદાયમાં ભારતની પુરુષ ટીમ હોય કે મહિલા ટીમ કે પછી જુનિયર ટીમો હોય તમામનું નામ ગૌરવ સાથે લેવામાં આવી રહ્યું છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW