તંત્ર સાથે સાધુ-સંતો દ્વારા પણ થઇ રહી છે ભવ્ય તૈયારીઓ:
જુનાગઢમાં મહાશિવરાત્રી મેલાનું વિશિષ્ટ મહત્વ હોય છે. આ વર્ષના મેળાની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
મેળાની તારીખ અને સમયગાળો * પ્રારંભ: 11 ફેબ્રુઆરી, 2026 (મહા વદ નોમ)
* મુખ્ય પર્વ: 15 ફેબ્રુઆરી, 2026 (મહાશિવરાત્રી)
* આ પાંચ દિવસીય મેળો 'મિની કુંભ' તરીકે ઉજવાશે.
*આ વર્ષના મુખ્ય આકર્ષણો અને ફેરફારો * પ્રથમવાર 'નગર યાત્રા': 11 ફેબ્રુઆરીએ સાધુ-સંતોના આગમન સમયે તેમનું સ્વાગત કરવા માટે જૂનાગઢ શહેરમાં પ્રથમ વખત ભવ્ય નગર યાત્રા (નગર પ્રવેશ) નું આયોજન કરવામાં આવ્યું છે.
*રવેડી રૂટમાં વધારો: શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પરંપરાગત રવેડીનો રૂટ 1.5 કિ.મી. થી વધારીને 2 કિ.મી. કરવામાં આવ્યો છે, જેથી વધુ ભક્તો નાગા સાધુઓના દર્શન કરી શકે.
* શિવ થીમ પર સુશોભન: સમગ્ર મેળાના રૂટને ભગવાન ભોલેનાથની થીમ પર શણગારવામાં આવશે અને ઠેર-ઠેર સેલ્ફી પોઈન્ટ્સ બનાવ્યા છે.
* શાહી સ્નાન લાઈવ: જે ભક્તો રૂબરૂ નથી આવી શકતા, તેમના માટે મૃગીકુંડમાં થતા શાહી સ્નાનનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.
સુરક્ષા અને સુવિધા
* પોલીસ બંદોબસ્ત: સુરક્ષા માટે પોલીસ જવાનોની સંખ્યા 1,600 થી વધારીને 2,900 થી વધુ કરવામાં આવી છે.
* વાહન વ્યવહાર: 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન ભવનાથ તળેટીમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ગિરનાર દરવાજા પાસે 25 જેટલા પાર્કિંગ પોઈન્ટ્સ બનાવ્યા છે, જ્યાંથી શટલ બસની વ્યવસ્થા હશે.
* વૃદ્ધો માટે સુવિધા: ચાલવામાં અસમર્થ વૃદ્ધો માટે ખાસ ઇલેક્ટ્રિક રિક્ષાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
* પીવાનું પાણી: મેળામાં 140 સ્થળોએ RO પ્લાન્ટ દ્વારા શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
શિવરાત્રી મેળાના સફળ અને સલામત આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.