સ્થાનિક

મહાશિવરાત્રી મેળા નિમિત્તે જૂનાગઢ ગિરનાર રોપ-વેની ટિકિટમાં મોટો ઘટાડો!

Mukesh Jethva February 9, 2026 • 2 min read
શેર કરો:
0:00
AUDIO

જૂનાગઢ: આગામી મહાશિવરાત્રીના મેળાને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક ખુશીના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે.

મેળામાં આવતા લાખો ભક્તો ગિરનાર મહાદેવના દર્શન સરળતાથી કરી શકે તે માટે રોપ-વેની ટિકિટના દરમાં રૂ. 69નો ઘટાડો કરવામાં આવ્યો છે.

નવા ભાવ અને સમયગાળો:

  • નવો ટિકિટ દર: અત્યાર સુધી જે ટિકિટનો દર રૂ. 699 હતો, તે હવે માત્ર રૂ. 630 માં ઉપલબ્ધ થશે.

આ નિર્ણયથી ખાસ કરીને વૃદ્ધો અને બાળકો, જેઓ સીડીઓ ચઢવામાં અસમર્થ છે, તેમને મોટો ફાયદો થશે અને મેળા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ક્યારથી લાગુ પડશે?

આ રાહત દર આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી, એમ કુલ પાંચ દિવસ માટે અમલી રહેશે.

ગિરનાર રોપ-વેની ખાસિયતો:

ઝડપી સફર: રોપ-વે દ્વારા તળેટીથી અંબાજી મંદિર સુધીની સફર માત્ર 10 મિનિટમાં પૂર્ણ થાય છે.

ક્ષમતા: એક કલાકમાં આશરે 800 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી શકે છે.

ટ્રોલીની સુવિધા: હાલમાં 24 ટ્રોલી કાર્યરત છે અને એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે છે.

ટેકનોલોજી: આ રોપ-વે જર્મનીથી મંગાવવામાં આવ્યો છે અને તેની ડિઝાઈન એરોડાયનેમિક રાખવામાં આવી છે જેથી 180 કિમીની ઝડપે ફૂંકાતા પવન સામે પણ તે સુરક્ષિત રહે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW