ઉના ગીર ગઢડા સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસો. દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા સેમીનારનું કરવામાં આવ્યું આયોજન
ઊનના બોર્ડના વિદ્યાર્થીઓને જાણીતા મોટીવેશનલ સ્પીકર અશોકભાઈ ગુજ્જર દ્વારા આપવામાં આવ્યું માર્ગદર્શન ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ટૂંક સમયના યોજાનાર છે. ઊનના બોર્ડના વિદ્યાર્થીઓનેઆ પરીક્ષામાં મોટીવેશન મળી રહે તે માટે એક મોટીવેશનલ સેમિનાર "માઈન્ડ ઓવર માર્ક્સ" નું આયોજન ઉના ગીર ગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસો. દ્વારા કરવામાં આવ્યા હતું. આ સેમિનારમાં જાણીતા યુથ મોટીવેશનલ સ્પીકર અશોકભાઈ ગુજ્જર એ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય અને બોર્ડ પરીક્ષામાં વ્યવસ્થિત આયોજન દ્વારા સારા માર્ક્સ કેવી રીતે મેળવવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ આયોજનના સ્પોન્સરર તરીકે આઇડિયલ પ્રકાશન જોડાયા હતા. અંદાજે ૧૫૦૦ જેટલા બોર્ડના વિદ્યાર્થીઓએ આ સેમિનારનો લાભ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવા એસોસિયેશનન સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉલ્લેખનય છે કે ઉના અને ગીર ગઢડા તાલુકાની લગભગ તમામ ખાનગી શાળાઓ આ એસોસીએશનની સભ્ય છે.

Additional Image
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.