મહાશિવરાત્રી મેળા દરમિયાન વધતી મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર ૪ જોડી “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
- રાજકોટ–વેરાવળ–રાજકોટ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09513/09514) ટ્રેન નં. 09513 રાજકોટ–વેરાવળ સ્પેશિયલ રોજ સવારે 06:55 વાગ્યે રાજકોટથી પ્રસ્થાન કરી તે જ દિવસે સવારે 10:55 વાગ્યે વેરાવળ પહોંચશે.
- વાપસીમાં ટ્રેન નં. 09514 વેરાવળ–રાજકોટ સ્પેશિયલ બપોરે 15:20 વાગ્યે વેરાવળથી પ્રસ્થાન કરી રાત્રે 20:00 વાગ્યે રાજકોટ પહોંચશે.
- આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેટલસર, વિરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઠેરાવ કરશે.
- આ સેવા 13 ફેબ્રુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2026 સુધી સંચાલિત રહેશે.
ભાવનગર ટર્મિનસ–વેરાવળ–ભાવનગર ટર્મિનસ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09581/09582) ટ્રેન નં. 09581 વેરાવળ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ સવારે 06:50 વાગ્યે વેરાવળથી પ્રસ્થાન કરી બપોરે 14:00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
વાપસીમાં ટ્રેન નં. 09582 ભાવનગર ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ બપોરે 14:50 વાગ્યે ભાવનગર ટર્મિનસથી પ્રસ્થાન કરી રાત્રે 21:35 વાગ્યે વેરાવળ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેટલસર, જેટપુર, કુંકાવાવ, લાઠી, ઢોળા, સિહોર અને ભાવનગર પારા સ્ટેશનો પર ઠેરાવ કરશે.
આ સેવા 13 ફેબ્રુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2026 સુધી સંચાલિત રહેશે.
વેરાવળ–ગાંધીગ્રામ–વેરાવળ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09584/09583) ટ્રેન નં. 09584 વેરાવળ–ગાંધીગ્રામ સ્પેશિયલ સવારે 04:00 વાગ્યે વેરાવળથી પ્રસ્થાન કરી બપોરે 12:00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.
વાપસીમાં ટ્રેન નં. 09583 ગાંધીગ્રામ–વેરાવળ સ્પેશિયલ બપોરે 13:00 વાગ્યે ગાંધીગ્રામથી પ્રસ્થાન કરી રાત્રે 21:00 વાગ્યે વેરાવળ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેટલસર, જેટપુર, કુંકાવાવ, લાઠી, ઢોળા, બોટાદ, ધંધુકા, ઢોળકા અને બાવળા સ્ટેશનો પર ઠેરાવ કરશે.
આ સેવા 13 ફેબ્રુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2026 સુધી સંચાલિત રહેશે.
વેરાવળ–જુનાગઢ–વેરાવળ મીટર ગેજ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09591/09592) ટ્રેન નં. 09591 વેરાવળ–જુનાગઢ મીટર ગેજ સ્પેશિયલ સવારે 09:15 વાગ્યે વેરાવળથી પ્રસ્થાન કરી બપોરે 13:00 વાગ્યે જુનાગઢ પહોંચશે.
વાપસીમાં ટ્રેન નં. 09592 જુનાગઢ–વેરાવળ મીટર ગેજ સ્પેશિયલ બપોરે 13:25 વાગ્યે જુનાગઢથી પ્રસ્થાન કરી સાંજે 17:05 વાગ્યે વેરાવળ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં સવાણી, તાલાળા જં., ચિત્રાવડ, સાસણ ગીર, કારિયાનેેસ, સતાધાર, વિસાવદર, જૂનિયાવાડ, બિલખા અને તોરણિયા સ્ટેશનો પર ઠેરાવ કરશે.
આ સેવા 13 ફેબ્રુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2026 સુધી સંચાલિત રહેશે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.