T20 વિશ્વકપમાં ભારતનો પાકિસ્તાન દબદબો જારી: વિશ્વ કપના ૯ મેચમાં ૮ માં કરી છે જીત હાસિલ
ભારતીય ક્રિકેટ ટીમે T20 વિશ્વકપની એક નિર્ણાયક મેચમાં પોતાના પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે 61 રનોની ભવ્ય જીત મેળવી છે. શ્રીલંકાના કોલંબો સ્થિત આર.પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરોમાં 7 વિકેટના નુકસાને 175 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. આમ, પાકિસ્તાનને મેચ જીતવા માટે 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય ઇનિંગ્સમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને 77 રનની આક્રમક અને મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના આ યોગદાનથી ભારતીય ટીમે મોટો સ્કોર બનાવ્યો. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ ભારતીય બોલિંગના દબાણ સામે ટકી શકી નહોતી અને નિર્ધારિત ઓવરોમાં માત્ર 114 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે, ભારતે 61 રનના મોટા અંતરથી મેચ જીતી લીધી. ભારત તરફથી હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહે બે બે વિકેટ લીધી હતી.
પાકિસ્તાને ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રિત કર્યાનો નિર્યણ અયોગ્ય હોવાનું નિષ્ણાંતો માને છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની મુખ્ય જમા પાસું તેમની બોલિંગ ગણવામાં આવે છે. નિષ્ણાંતો માને છે કે T20 ની રમતમાં જે તે ટીમે પોતાનું જમા પાસું હોય તે પરિબળ છેલ્લે રાખવું જોઈએ. આમ ટોસ જીતી બેટિંગમાં સન્માન જનક સ્કોર બનાવી તેને ડીફેન્ડ કરવો પાકિસ્તાન માટે વધુ સરળ રહે. જોકે સામે બાજુ ભારત જેવી સમતોલ ટીમ માટે પહેલા બેટિંગ કે બોલીગ કરવામાં કોઈ ખાસ ફર્ક પડતો હોતો નથી. પ્રમાણમાં ઘણી સ્લો એવી વિકેટમાં ઇશાન કિશનના ૭૭ રણ ખુબ જ નિર્ણાયક સાબિત થયા. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાનને છોડતા કોઈ બેટ્સમેન ખાસ કોઈ આશા જગાવી શક્યા નાં હતા અને સમગ્ર ટીમ ૧૧૪ રનમાં ૧૮ મી ઓવરમાં જ ઓલ આઉટ થઇ ગઈ હતી.
T20 વિશ્વકપમાં આ જીત ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેના ટુર્નામેન્ટના અભિયાનને વધુ મજબૂત બનાવે છે. ભારતે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી અને ટુર્નામેન્ટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.