T20 વર્ડ કપ

સેમિફાઇનલ પહેલા ICCનો T20 વર્લ્ડ કપ 2026ના શેડ્યૂલમાં મહત્વનો ફેરફાર

Bhavya D. Popat February 25, 2026 • 3 min read
શેર કરો:
0:00
AUDIO

ICC દ્વારા T20 વર્લ્ડ કપ 2026ના શેડ્યૂલમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરી: પાકિસ્તાન-શ્રીલંકા સેમી ફાઈનલમાં આવે તે ધ્યાને લઇ થઇ શકે છે આ ફેરફાર

શ્રીલંકા સેમીફાઈનલ માટે ક્વોલીફાઈ થાય અને તેમણે ભારત કે પાકિસ્તાન સિવાય કોઈની સામે સેમીફાઈનલ રમવાની થાય તો સેમીફાઈનલ કોલંબો ખાતે રમશે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2026 T20 વર્લ્ડ કપના શેડ્યૂલમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. સેમિફાઇનલ તબક્કાને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફેરફારો એક નિર્ણાયક સમયે આવ્યા છે, જે અનેક ટીમો અને સ્થળોને આવરી લેતી વૈશ્વિક ટુર્નામેન્ટના સંચાલનની જટિલતાને રેખાંકિત કરે છે. આ ફેરફારો મુખ્યત્વે શ્રીલંકા સેમીફાઈનલમાં રમવાનું હોય તો અસર કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો શ્રીલંકા સેમીફાઇનલ માટે ક્વોલીફાઈ થાય અને તેમની સામે ભારત કે પાકિસ્તાન નાં રમવાના હોય તો આ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન્સ જે મુંબઈના વાનખડે સ્ટેડીયમની જગ્યાએ આર. પ્રેમદાસા સ્ટેડીયમ કોલંબો ખાતે રમાઈ શકે છે. સેમીફાઈનલ ઉપરાંત ફાઈનલ મેચ કે જે સામાન્ય રીતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે રમાનારી છે તે પણ જો પાકિસ્તાન ફાઈનલમાં આવે તો અન્ય સ્થળે ખસેડવામાં આવી શકે છે.

BCCI દ્વારા સેમીફાઈનલ અને ફાઈનલની ટીકીટની વહેચણી કાલે ૨૪ ફેબ્રુઆરીથી ચાલુ કરવામાં આવી છે પણ હજુ આ મેચો ક્યાં સ્થળે રમશે તે ચોક્કસ નથી. શ્રીલંકા અને પાકિસ્તાન સેમીફાઈનલમાં અને ફાઈનલમાં પહોંચે તેના ઉપર આ મેચોના સ્થળનો આધાર રહેલ છે. જાણકારો માને છે કે આ પ્રકારનો ફેરફાર કદાચ વર્ડ કપ ઈતિહાસમાં પ્રથમ વાર થઇ શકે છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW