નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થા Directorate General of Civil Aviation (DGCA) દ્વારા નવી માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં મુખ્યત્વે મુસાફરોને ફ્લાઈટ ટિકિટ બુકિંગ બાદ 48 કલાકની અંદર મફત રદ કરવાની સુવિધા આપવામાં આવશે. સાથે સાથે એરલાઈન્સ માટે રિફંડ સંબંધિત નિયમો પણ વધુ કડક બનાવવામાં આવ્યા છે. આ નિયમ ફ્લાઈટની નિર્ધારિત પ્રસ્થાન તારીખથી નિશ્ચિત સમયગાળામાં કરાયેલ હોવું જોઈએ. સામાન્ય રીતે 7 દિવસ અથવા વધુ એડવાન્સ બુકિંગ માટે આ નિયમ લાગુ પડશે. આ નિર્ણય ખાસ કરીને ઓનલાઈન બુકિંગમાં થતી ભૂલ, ડુપ્લિકેટ બુકિંગ અથવા તારીખમાં ગોટાળો જેવી પરિસ્થિતિમાં મુસાફરોને મોટી રાહત આપશે.
આ ઉપરાંત રિફંડ માટે કડક નિયમો લાગુ કરી DGCA એ એરલાઈન્સને ટિકિટ રદ કર્યા બાદ રિફંડ નિશ્ચિત સમયમર્યાદામાં જ આપવા નિર્દેશ કર્યો છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા યુપીઆઈ દ્વારા ચુકવણી કરેલ હોય તો રિફંડ મૂળ ચુકવણી પદ્ધતિમાં જ પરત કરવું પડશે. હાલ ઘણી એરલાઈન અથવા તો ઓનલાઈનટ્રાવેલ એજન્ટ (OTA) આ રીફંડ પોતાના દ્વારા ચલાવવામાં આવતા વોલેટમાં આપતા હોય છે. એરલાઈન્સ પોતાની તરફથી ફ્લાઈટ રદ કરે અથવા વિલંબ કરે તો મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા વૈકલ્પિક ફ્લાઈટનો વિકલ્પ આપવો ફરજિયાત રહેશે. આ બાબત ખુબ મહત્વની છે. અત્યારે ઘણી વાર ફલાઈટ કેન્સલ કરવામાં આવે તો યાત્રીને માત્ર રીફંડનો વિકલ્પ આપવામાં આવતો હોય છે. ફલાઈટ કેન્સલના સંજોગોમાં યાત્રી ખુબ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જતા હોય છે અને ઘણી વાર પોતાના મૂળ બુકિંગની અનેક ગણી મોંઘી ફલાઈટ લેવા મજબુર બની જતા હોય છે. રિફંડ પ્રક્રિયામાં અનાવશ્યક વિલંબ થાય તો તેની જવાબદાર એરલાઈન્સ પર દંડ સહીતના પગલાઓ ભરવામાં આવશે. ડીરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા કરવામાં આવેલ આ યાત્રી કેન્દ્રિત સુધારાઓના કારણે દેશમાં હવાઈ યાત્રા વધુ સરળ અને સુગમ બનશે તે વાત ચોક્કસ છે. આ નિયમો ૫ માર્ચ ૨૦૨૬ થી લાગુ થશે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.