ઇઝરાયલ-અમેરિકાની રહસ્યમય યોજના: મોસાદ એટલે મોસાદની ઉક્તિ સાચું ઠરાવતું આ ઓપરેશન
ખમેનેઈના પીછા પછી… ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખોમેનીએ વિશ્વના ખાસ કરીને મધ્ય એશિયાના રાજકારણમાં દશકો સુધી મહત્વની ભૂમિકા ભજવી છે. તે ઇઝરાયલ અને અમેરિકા માટે લાંબા સમયથી મહત્ત્વના ટાર્ગેટ રહ્યા હતા. ૨૮ ફેબ્રુઆરીના રોજ ખુબ જ ખાનગી રીતે પાર પાડવામાં આવેલ ઓપરેશન દ્વારા આયાતુલ્લાહ ખોમેની સહીત ઈરાનના અનેક નેતાઓ અને સૈન્ય વડાઓને મારી નાખવામાં આવ્યા હતા. સમાચાર માધ્યમોનું માનવામાં આવે તો એક ખુબ જ મહત્વના અને સિક્રેટ ઓપરેશન દ્વારા ઇઝરાયલના ગુપ્તચર સંગઠન મોસાદ અને અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) ના સહયોગથી આયાતુલ્લાહ ખોમેની સહીતના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ ઓપરેશન અંગે મળી રહેલ વિગતો અનુસાર આ ઓપરેશનને પાર પાડવા વર્ષો સુધી તપાસ અને ગુપ્તચર કામગીરી કરી મોસાદે ઘણા વર્ષો સુધી તહેરાનમાં પ્રવેશ કર્યો અને ત્યાં વ્યવસ્થિત કેમેરા અભિયાન શરૂ કર્યું હતું. શહેરની સ્થાનિક સીસીટીવી, ટ્રાફિક કેમેરા અને અન્ય દેખરેખ સાધનોને રીતસર "હેક" કરી માહિતી એકઠી કરી, ખમેનેઈ અને તેના આસપાસની સિક્યુરિટી ટીમના ગતિવિધિઓ અને દિવસચર્યાને ટાઢી નજરે નિહાળી. આ માહિતી પરથી આયાતુલ્લાહ ખોમેની અને ટોચના નેતાઓ અને સૈન્ય વડાઓની "પેટર્ન ઓફ લાઇફ" તૈયાર કરવામાં આવી હતી જેના દ્વારા તેઓની રોજ બરોજની ગતિવિધિઓ, ગાડીઓની ચાલ, ગુપ્તચર સુરક્ષાને જણાવતી માહિતીઓ એકઠી કરી તેના ઉપરથી સચોટ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. એવી વિગતો બહાર આવી રહી છે કે ઈરાનમાં રહેલ આયાતુલ્લાહ ખોમેની ૪૦ વર્ષથી વધુ શાશનમાં ઘણા મોટા પ્રમાણમાં વિરોધીઓ હતા જેઓ મોસાદના સતત સંપર્કમાં હતા. એવી માહિતી પણ બહાર આવી રહી છે કે ઈરાન દ્વારા "એન્ટી મોસાદ ટીમ" બનાવવામાં આવેલ હતી. આ ટીમના જે વડા હતા તેઓ ખુદ એક મોસાદના એજન્ટ હતા!! આ બાબત જો સાચી હોય તો આ મોસાદની તાકાત દર્શાવે છે.
આ બાબતે મોસાદના એક અધિકારીએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે તેઓ જેટલું ઈઝરાયેલના જેરુસલેમને જાણે છે તેટલું જ ઈરાનની રાજધાની તહેરાનને પણ જાણે છે. મોસાદ દ્વારા ઉપલબ્ધ માહિતી અને તેના પૃથકરણથી એ બાબત ફલિત થઇ હતી કે ૨૮ ફેબ્રુઆરીના રોજ આયાતુલ્લાહ ખોમેની પોતાના વિશ્વાસુ અને ટોચના નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરવાના છે. આ માહિતી વિવિધ સ્ત્રોત દ્વારા ખરી કરવામાં આવી હોવાથી મોસાદ અને CIA દ્વારા વગર વિલંબે ગાઈડેડ મિસાઈલ હુમલો કરવાનો તાબડતોડ નિર્ણય લીધો હતો.
ઓપરેશન “એપિક ફ્યુરી” અને હમલો આ ગુપ્તસૂચનાને આધારે, એક શક્તિશાળી આઈ.એફ.બી. અથવા ફાઈટર પ્લેન મારફતે ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલો એક વ્યૂહાત્મક ઓપરેશન “એપિક ફ્યુરી” નો ભાગ હતો. આ હુમલો એવી રીતે કરવામાં આવ્યો હતો જ્યાં ઈઝરાયલ વાયુસેનાના પ્લેન દ્વારા ઈરાનની હવાઈ સીમામાં ઘુસ્યા વગર દુરથી જ ગાઈડેડ મિસાઈલ દ્વારા આયાતુલ્લાહ ખોમેનીની અતિ સુરક્ષિત માનાતી ઓફીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ખુબ જ સચોટ રહેતા ખમેનેઈ સાથે સાથે કેટલાક બીજા ઉચ્ચ કક્ષાના નેતાઓ, સૈન્ય વડાઓ અને સલાહકારોનુ પણ મોત થયું હતું.
આયાતુલ્લાહ ખોમેનીનું મૃત્યુ માત્ર ઈરાન માટે જ નહિ વિશ્વ સ્તરે મહત્વના સમાચાર બની ગયા હતા. ઈઝરાયેલ અને અમેરિકા તો હુમલો થયા બાદથી જ આ હુમલાને સફળ હોવાનું કહેતા હતા. પરંતુ ઈરાન દ્વારા શરૂઆતમાં પોતાના સર્વોચ્ચ નેતા સલામત હોવાનો રાગ આલાપવામાં આવ્યો હતો અને એવું જાહેર પણ કરવામાં આવ્યું હતું કે આયાતુલ્લાહ ખોમેની ટૂંક સમયમાં રાષ્ટ્ર જોગ સંબોધન પણ કરશે. જો કે ઈરાનના આ દાવા ખોટા સાબીત થયા હતા અને એક દિવસમાં જ ઈરાન સ્ટેટ મીડયા દ્વારા પણ પોતાના સર્વીચ્ચ નેતા આયાતુલ્લાહ ખોમેની મૃત્યુ થયું હોવાનું સ્વીકારી લેવામાં આવ્યું હતું. આ ઘટનાએ એશિયા સહીત યુરોપ, મધ્ય પૂર્વ અને અમેરિકા–ઇઝરાયલના સંબંધોમાં મહત્વના તણાવ ઉભા કરી આપ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલ કદાચ એવું માનતા હશે કે આયાતુલ્લાહ ખોમેનીની હત્યા થતા ઈરાન હથિયાર હેઠ મૂકી શરનાર્ગતી સ્વીકારી લેશે. મારંતુ આજે ૪ દિવસથી વધુ સમય થયો હોવા છતાં ઈરાન લગભગ એકલા હાથે અમેરિકા-ઈઝરાયેલ સહીત અમુક મધ્ય એશિયાના દેશો સાથે પણ બાથ ભીડી રહ્યું છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.