શહેરના અપડેટ્સ

જૂનાગઢમાં બેદરકારી દાખવનાર બે એસટી ડ્રાઈવર સસ્પેન્ડ, ચાલુ બસે મોબાઈલ પર વાત કરવાનો વીડિયો વાયરલ

LALIT GANATRA March 5, 2026 • 2 min read
શેર કરો:
0:00
AUDIO

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં કરવા અને શિસ્તભંગ કરવા બદલ એસટી નિગમે આકરાં પગલાં લીધા છે. ફરજમાં ગંભીર બેદરકારી દાખવનાર બે એસટી ડ્રાઈવરોને જૂનાગઢ વિભાગીય નિયામક દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રથમ કિસ્સામાં, જૂનાગઢથી વિસાવદર રૂટ પર ફરજ બજાવતા ડ્રાઈવર દિલીપ આર. કોટીલા (બેજ નંબર 498) ચાલુ બસે સતત મોબાઈલ ફોન પર વાત કરતા ઝડપાયા હતા. કોઈ જાગૃત મુસાફરે એક હાથે સ્ટીયરિંગ અને બીજા હાથે મોબાઈલ પકડીને બસ ચલાવતા ડ્રાઈવરની આ જોખમી હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરીને પોરબંદર ડેપો ખાતે ખસેડી દેવાયા છે.

અન્ય એક ઘટનામાં, વેરાવળ ડેપોના ડ્રાઈવર રાજેશ જે. નિમાવત (બેજ નંબર 17427) સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. ફરજ દરમિયાન ડેપો મેનેજર સાથે ગેરવર્તણૂક કરવા બદલ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી, શિક્ષાત્મક પગલાં રૂપે ઉપલેટા ડેપો ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નિગમ દ્વારા બંને કેસમાં વધુ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે.

આ અંગે જૂનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગરે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "મુસાફરોની સલામતી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં." તેમણે ઉમેર્યું હતું કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કે અનિયમિતતા આચરનાર કોઈ પણ કર્મચારીને બક્ષવામાં આવશે નહીં અને તમામ કર્મચારીઓએ ફરજ દરમિયાન નિયમોનું ચુસ્ત પાલન કરવું ફરજિયાત છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW