સ્થાનિક

મુંબઈની સંસ્થાએ ગીર સોમનાથ જિલ્લાના વધુ સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દત્તક લીધા

Bhavya D. Popat March 7, 2026 • 3 min read
શેર કરો:
0:00
AUDIO

સિવિલ વર્ક, ઈન્સ્ટુમેન્ટ આઈસી, પ્રિન્ટિંગ તેમજ નાટક અને ભીંતસૂત્ર દ્વારા જનજાગૃતિની કામગીરી કરાશે
ગીર સોમનાથ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં લોકોને આરોગ્યની ઉત્તમ સુવિધા મળી રહે તે માટે પ્રયાસોના ભાગ રૂપે મુંબઇની એક સંસ્થા દ્વારા જિલ્લાના વધુ સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દત્તક લેવામાં આવ્યાં છે. અમેરિકેર્સ ઈન્ડિયા ફાઉન્ડેશન મુંબઈ તથા Abbott કંપનીના સહયોગથી ગીર સોમનાથ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દત્તક લેવામાં આવ્યાં છે. જેમાં આજોઠા, બોરવાવ, ધાવા, ફાટસર, વિઠ્ઠલપુર, તડ, સનખડા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દત્તક લઇ નાગરિકોને વધુ સારી સુવિધા સાથે ઉચ્ચ કક્ષાની આરોગ્યની સારવાર આપવામાં આવશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દત્તક લીધેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સિવિલ વર્ક, ઈસ્ટુમેન્ટ આઈસી, પ્રિન્ટિંગ, મેન પાવર તાલીમ તેમજ ગામડાઓમાં નાટક અને ભીંતસૂત્ર દ્વારા જાગૃતિ જેવી કામગીરી કરવામાં આવશે તેવી માહિટી મળી રહી છે. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરુણ રોય અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.ટી.કણસાગરાએ અમેરિકેર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થાનો તથા Abbott કંપનીનો આભાર માન્યો હતો. આ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ૭ અને ૨૦૨૫-૨૬માં ૭ એમ મળીને કુલ ૧૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દત્તક લેવામાં કરવામાં આવ્યાં છે. સરકાર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી વધુ અસરકારક રીતે નાગરિકો સુધી સારી સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટેના આ પ્રયત્નો જમીની સ્તરે કેટલા સફળ થાય છે તે આગામી સમયમાં જોવાનું રહેશે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW