ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય ભાવ વધારાના કારણે થયો છે આ વધારો
ઘરેલું લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવતાં ગ્રાહકોને તેમના ઘર ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. ૧૪.૨ કિલોગ્રામના LPG ના બોટલ ઉપર ૬૦ રૂપિયા જેવો તોતિંગ વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. આવી જ રીતે ૧૯ કિલોગ્રામના કમર્શિયલ LPG બોટલ પર આ વધારો ૧૧૫ જેવો રહેવા પામશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈરાન સંકટના કારણે હાલ ઇંધણના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. આ વધારાની અસર રૂપે ભારતીય ગ્રાહકો ઉપર પણ આ બોજ પડી રહ્યો છે. જો કે એક બાબત નોંધવી જરૂરી છે કે એપ્રિલ ૨૦૨૫થી LPG સીલીન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નાં હતો.
LPG ની કમી વિષે માહિતી આપતા સરકાર દ્વારા જણાવ્યું હતું કે ઈરાન યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલ, LPG ગેસની કમી સર્જવા અંગેના સમાચારો પાયાવિહોણા છે. સરકાર પાસે પૂર્તિ માત્રમાં તેલ આપૂર્તિ છે તે અંગે લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે. સરકારના આ આશ્વાસનના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે ઈરાન યુદ્ધ સંકટના કારણે અનેક દેશોમાં તેલ આપૂર્તિને માઠી અસર પહોચી છે અને આ કારણે સામાન્ય લોકોના જીવનને પણ આ યુદ્ધની અસર પહોચી રહી છે. ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ કોઈ આ યુદ્ધમાં નમતું જોખવા તૈયાર ના હોય આ યુદ્ધ લાંબુ ચાલે તેવી શક્યતા નકારી શકાય નહિ. LPG સીલીન્ડરમાં થયેલ આ વધારા બાદ પેટ્રોલ ડીઝલ નાં ભાવોમાં પણ ટૂંક સમયમાં વધારો આવી શકે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.