સંયુક્ત રાષ્ટ્ર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: સ્ત્રી શક્તિ, સમાનતા અને અધિકાર માટેનો વૈશ્વિક સંદેશ

Bhavya D. Popat March 8, 2026 • 5 min read
શેર કરો:
0:00
AUDIO

દર વર્ષે ૮ માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) ઉજવવામાં આવે છે.
આ દિવસ માત્ર ઉજવણી માટેનો નથી, પરંતુ સમાજમાં મહિલાઓના અધિકારો, સમાનતા અને સશક્તિકરણ માટેના સંઘર્ષને યાદ કરવાની અને તેને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનો દિવસ છે. આ દિવસે વિશ્વભરમાં મહિલાઓના યોગદાનને સન્માન આપવામાં આવે છે તેમજ મહિલાઓ સામેના ભેદભાવ, હિંસા અને અસમાનતા જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવે છે.
મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ છે મહિલાઓના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય યોગદાનને માન્યતા મળે તેના પ્રયત્ન રૂપે ઉજવવામાં આવે છે. પુરુષ અને મહિલા વચ્ચે સમાન અધિકાર માટે અવાજ ઉઠાવવો મહિલાઓ સામે થતા ભેદભાવ અને અત્યાચાર સામે જાગૃતિ લાવવી મહિલાઓને શિક્ષણ, રોજગાર અને નેતૃત્વ ક્ષેત્રે વધુ તક મળે તે માટે સમાજને પ્રેરિત કરવાં આ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વના ઘણા દેશોમાં આ દિવસ મહિલાઓની સિદ્ધિઓને ઉજવવા સાથે સાથે સમાનતાની લડતને મજબૂત બનાવવા પ્રયત્નોનો નિર્ધાર વ્યક્ત કરતા હોય છે.
મહિલા દિવસની શરૂઆત કેવી રીતે થઈ?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત ૨૦મી સદીના શરૂઆતના સમયમાં મહિલાઓના કામદારોના આંદોલનથી થઈ હતી. ૧૯૦૮માં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં હજારો મહિલા મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ નીચેની માંગણીઓ સાથે પ્રદર્શન કર્યું:
યોગ્ય પગાર કામના યોગ્ય કલાકો
સુરક્ષિત કામનું વાતાવરણ
મહિલાઓને મતાધિકાર (Voting Rights)

આ પ્રદર્શનથી સમગ્ર વિશ્વમાં મહિલાઓના અધિકારો અંગે જાગૃતિ ફેલાઈ.

આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસ ક્યારે માન્ય થયો?
૧૯૧૦માં ડેનમાર્કના કોપનહેગન શહેરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદમાં જર્મન સામ્યવાદી નેતા ક્લારા ઝેટકિન (Clara Zetkin)એ મહિલાઓ માટે એક વિશેષ દિવસ ઉજવવાની પ્રસ્તાવના મૂકી. આ પ્રસ્તાવને અનેક દેશોએ સમર્થન આપ્યું હતું. ત્યારબાદ ૧૯૧૧માં પ્રથમ વખત કેટલાક યુરોપિયન દેશોમાં મહિલા દિવસ ઉજવાયો. પછીથી આ દિવસ વૈશ્વિક સ્તરે પ્રચલિત થયો.

૮ માર્ચનો દિવસ કેમ પસંદ થયો?
૧૯૧૭માં રશિયામાં મહિલાઓએ “Bread and Peace” આંદોલન શરૂ કર્યું, જેમાં મહિલાઓએ પ્રથમ વિશ્વયુદ્ધ અને અન્નની અછત સામે વિરોધ કર્યો. આ આંદોલન ૮ માર્ચના દિવસે શરૂ થયું હતું. આ ઐતિહાસિક ઘટનાના સન્માનમાં ૮ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા આપવામાં આવી.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા ૧૯૭૫માં સંયુક્ત રાષ્ટ્ર સંગઠન (United Nations) એ સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું શરૂ કર્યું. ત્યારથી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહિલા દિવસ માટે એક વિશેષ થીમ (Theme) જાહેર કરે છે, જે મહિલાઓના સશક્તિકરણ અને સમાનતા પર આધારિત હોય છે.

ભારત માટે મહિલા દિવસનું મહત્વ
ભારતમાં મહિલાઓએ અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. રાજકારણ, વિજ્ઞાન, રમતગમત, શિક્ષણ અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાં ભારતીય મહિલાઓ વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. છતાં હજુ પણ ઘણા મુદ્દાઓ પર કામ કરવાની જરૂર છે. મહિલા શિક્ષણ બાળવિવાહ મહિલા સુરક્ષા સમાન પગાર કાર્યસ્થળ પર સમાન તક આથી મહિલા દિવસ સમાજને યાદ અપાવે છે કે સમાનતા માટેનો સંઘર્ષ હજુ પૂર્ણ થયો નથી. મહિલા દિવસનો સંદેશ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો મુખ્ય સંદેશ છે: “મહિલા સશક્તિકરણ વગર સમાજ અને દેશનો વિકાસ શક્ય નથી.” મહિલાઓને સમાન અધિકાર, સન્માન અને તક મળે ત્યારે જ સાચા અર્થમાં સમાન અને ન્યાયી સમાજનું નિર્માણ શક્ય બને છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW