સામાજિક કલ્યાણ

ઈરાન ઈઝરાયેલ અમેરિકા યુદ્ધની અસર: ગેસની આપૂર્તિ બાબતે સરકારનો મહત્વનો નિર્ણય

Bhavya D. Popat March 11, 2026 • 4 min read
શેર કરો:
0:00
AUDIO

હોર્મુઝ જળમાર્ગમાં LNG સપ્લાય ખલેલ બાદ ગેસનું પ્રાથમિકતા મુજબ વિતરણ; ઘરેલું PNG, CNG અને LPG ઉત્પાદનને પ્રાથમિકતા

નવી દિલ્હી: મધ્યપૂર્વમાં ચાલુ રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝ જળમાર્ગ મારફતે આવતી દ્રવીકૃત કુદરતી ગેસ (LNG)ની સપ્લાયમાં ખલેલ પડતા કેન્દ્ર સરકારે કુદરતી ગેસના વિતરણને નિયમિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે "Natural Gas (Supply Regulation) Order, 2026” બહાર પડ્યો છે, જે રાજપત્રમાં પ્રકાશિત થતાં જ તરંત અમલમાં આવ્યો છે.

સરકારના જણાવ્યા મુજબ મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે LNG સપ્લાયરો દ્વારા Force Majeure લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ગેસની ઉપલબ્ધતા પર અસર પડી છે. આવી સ્થિતિમાં જરૂરી ક્ષેત્રોને ગેસની સતત સપ્લાય સુનિશ્ચિત કરવા માટે આ નવો નિયમ લાવવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે Essential Commodities Act, 1955 હેઠળ મળેલા અધિકારોનો ઉપયોગ કરીને કુદરતી ગેસના ઉત્પાદન, સપ્લાય અને વિતરણ પર નિયંત્રણ લાવવાનો નિર્ણય કર્યો છે. સરકારનું કહેવું છે કે કુદરતી ગેસ ઘરેલું PNG, વાહન માટે CNG, ખાતર ઉત્પાદન, LPG ઉત્પાદન અને અન્ય ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ ઇનપુટ છે.

ગેસ વિતરણ માટે સરકારની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી:

સરકારે ગેસ સપ્લાય માટે ચાર પ્રાથમિકતા ક્ષેત્રો નક્કી કર્યા છે:

પ્રાથમિકતા ક્ષેત્ર–1:

આ ક્ષેત્રોને છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશના 100% સુધી ગેસ સપ્લાય જાળવવામાં આવશે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  • ઘરેલું Piped Natural Gas (PNG)
  • વાહન માટે Compressed Natural Gas (CNG)
  • LPG ઉત્પાદન
  • પાઈપલાઈન ઓપરેશન માટે જરૂરી ગેસ

પ્રાથમિકતા ક્ષેત્ર–2:

ખાતર ઉત્પાદન પ્લાન્ટને તેમના છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશના 70% સુધી ગેસ આપવામાં આવશે. આ ગેસનો ઉપયોગ માત્ર ખાતર ઉત્પાદન માટે જ કરી શકાય છે.

પ્રાથમિકતા ક્ષેત્ર–3:

ચા ઉદ્યોગ, ઉત્પાદન ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને 80% સુધી ગેસ સપ્લાય જાળવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

પ્રાથમિકતા ક્ષેત્ર–4:

City Gas Distribution (CGD) નેટવર્ક દ્વારા સપ્લાય મેળવનારા ઔદ્યોગિક અને કોમર્શિયલ ગ્રાહકોને પણ 80% સુધી ગેસ સપ્લાય આપવામાં આવશે.

ક્યાં ક્ષેત્રોમાં કાપ પડી શકે?

સરકારના આદેશ મુજબ પ્રાથમિકતા ક્ષેત્રોને ગેસ ઉપલબ્ધ કરાવવા માટે કેટલીક જગ્યાએ સપ્લાય ઘટાડવામાં આવશે. તેમાં મુખ્યત્વે નીચેના ક્ષેત્રો આવે છે:

  • પેટ્રોકેમિકલ પ્લાન્ટ
  • ઊંચા દબાણવાળા ઔદ્યોગિક ગેસ વપરાશકર્તાઓ
  • જરૂર પડે ત્યારે પાવર પ્લાન્ટ

તદુપરાંત રિફાઈનરીઓ માટે ગેસ સપ્લાયને છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશના આશરે **65% સુધી ઘટાડવામાં આવી શકે છે

અમલ માટે GAIL અને PPACને જવાબદારી સોપવામાં આવી:

આ આદેશના અમલ માટે GAIL (Gas Authority of India Limited) અને Petroleum Planning and Analysis Cell (PPAC) ને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. PPAC ગેસના સંયુક્ત (pooled) ભાવ નક્કી કરશે અને વિવિધ ક્ષેત્રોમાં ગેસનું વિતરણ સુનિશ્ચિત કરશે.

સરકારે ONGC, RIL, OIL, Vedanta સહિતના ગેસ ઉત્પાદકો, LNG ટર્મિનલ ઓપરેટરો અને ગેસ પાઈપલાઈન સંચાલકોને તાત્કાલિક આ આદેશનું પાલન કરવાની સૂચના આપી છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

સંબંધિત સમાચાર

Advertisement
TEST AD - SHOULD SHOW