ટ્રમ્પ દ્વારા યુદ્ધ પૂર્ણતાની આરે અંગેના X પરની જાહેરાતથી યુદ્ધ જલ્દી પૂરું થવાની આશા જાગી
આંતરરાષ્ટ્રીય સમુદાય મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અસ્થિર પરિસ્થિતિ અંગે વ્હાઇટ હાઉસના સંકેતોનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે. એક મહત્વપૂર્ણ નિવેદનમાં, અમેરિકન રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો છે કે લાંબા સમયથી ચાલતો સંઘર્ષ તેના નિષ્કર્ષની નજીક છે, જે રાજદ્વારી પ્રગતિની સંભાવના વિશે અટકળોને વેગ આપે છે. આ ઘોષણા પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક ઉર્જા બજારો પરની અસરો સાથે ભૌગોલિક રાજકીય ગતિશીલતામાં સંભવિત મહત્વનું સકારાત્મક પરિવર્તન સૂચવે છે.
જ્યારે રાષ્ટ્રપતિની ઘોષણાની આસપાસની ચોક્કસ વિગતો બહાર આવી નથી પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિના ટવીટના કારણે આ ચર્ચાને ફરી વેગ મળ્યો છે. હાલ, મધ્રાય એશિયાની કટોકટી ટાળવા અમુક રાષ્ટ્રો દ્વારા રાજદ્વારી પ્રયાસો પણ ચાલુ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ્ પર વ્યાવસયિક જહાજોની અવરજવર બંધ થતા મધ્ય એશિયામાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ વિવાદે સામાજિક અને આર્થીક સ્તરે વૈશ્વિક સ્તરે અનેક અભૂતપૂર્વ મુશ્કેલ પરિસ્થિતિ ઉભી કરી છે. તેલ, ગેસ સહીત અનેક ચીજવસ્તુના વૈશ્વિક હેરફેરમાં ખુબ મોટો ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિમાં માત્ર યુદ્ધ લડી રહેલા દેશો તો પાયમાલ થઇ રહ્યા છે જ પરંતુ યુદ્ધથી સદંતર દુર એવા દેશો પણ ભયંકર પરીસસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
જો કે છેલ્લા ૨૧ દિવસથી ચાલતા યુદ્ધ દરમ્યાન અમેરિકી પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેકવાર યુદ્ધ પૂરું થઇ ગયાની કે થઇ જશેની જાહેરાતો કરી છે. પ્રેસીડન્ટ ટ્રમ્પની જાહેરાત ઉપરાંત ઈરાન દ્વારા પણ ભારતીય પ્રધાનમંત્રીને બ્રિકસના ચેરમેન હોવાના નાતે યુદ્ધ બંધીનો આગ્રહ કરવા વિનાવવામાં આવ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. હવે આ ૨૧ દિવસ બાદ કરવામાં આવેલ આ જાહેરાત કેટલી સાચી છે તેવી આશા વિશ્વ રાખી રહ્યું છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.