કર વ્યવસ્થા

ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદની જાણીતી કેમિકલ કંપની મયુર ડાય કેમ પર હાથ ધરવામાં આવી તપાસ

Bhavya D. Popat March 22, 2026 • 3 min read
શેર કરો:
0:00
AUDIO

કંપનીના ૨૦ જેટલાં સ્થળો પર એક સાથે તપાસનો ધમધમટ, મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવી શક્યતા

અમદાવાદ શહેરના કેમિકલ ક્ષેત્રના એક અગ્રણી જૂથ, મયુર ડાયકેમ ગ્રુપ, સામે આવકવેરા વિભાગ દ્વારા એક મોટા પાયા પરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી શરૂ થયેલી આ સંકલિત કાર્યવાહીમાં, જૂથ સાથે સંકળાયેલા 20થી વધુ સ્થળો પર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મયુર ડાયકેમની સલગ્ન પેઢીઓ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવેલ છે જેમાં સી.જી. રોડ સ્થિત મોટા જવેલર્સનો પણ સમાવેશ થાય છે તેવી માહિતી મળી રહી છે.

આ તપાસમાં મયુર ડાયકેમ ઇન્ટરમીડિયેટ્સ લિમિટેડની કોર્પોરેટ ઓફિસો, તેની ઉત્પાદન સુવિધાઓ અને તેના મુખ્ય હિતધારકો (સંચાલકો) ના રહેઠાણનો સમાવેશ થાય છે. આ વિસ્તૃત કાર્યવાહી કેમિકલ કન્ગ્લોમરેટના નાણાકીય વ્યવહારો અને કર અનુપાલનની ચકાસણી કરવામાં આવી રહી છે.

ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 132 હેઠળ જયારે "સર્ચ" (રેઇડ) ની કાર્યવાહી કરવામાં આવે તે પહેલા ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા પૂર્વ માહિતીઓ સચોટ રીતે મેળવવામાં આવતી હોય છે. આ માહિતી ઉપરથી પ્રાથમિક રીપોર્ટ બનાવી ખાતાના ઉચ્ચ અધિકારી દ્વારા આ પ્રકારની સંકલિત કાર્યવાહીની મંજુરી લેવામાં આવતી હોય છે. આમ, આ પ્રકારે ખુબ સઘન "હોમવર્ક" સાથે કરવામાં આવતી આ મોટી કાર્યવાહીમાં મોટાભાગે મોટી કરચોરી બહાર આવતી હોય છે. કાર્યવાહી ઘણીવાર એકથી વધુ દિવસ સુધી પણ ચાલતી હોય છે. આ કાર્યવાહીના અંતજ કરચોરી વિષેની જાણકારી મળતી હોય છે.

અમદાવાદનો કેમિકલ ઉદ્યોગની આ જાણીતી કંપની પર થયેલ કાર્યવાહીથી વેપારજગતમાં ખળભળાટ મચી ગયો હોવાની માહિતી મળી રહી છે. તપાસનો પ્રાથમિક તબક્કો પૂર્ણ થયા બાદ વિભાગ દ્વારા વધુ વિગતો જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW