સંઘર્ષ વિસ્તારો

ઈરાન યુદ્ધ બંધ થવાની આશા ઉપર ફરી પાણી ફેરવાયું?? ઈરાન દ્વારા ઈઝરાયેલના પરમણું ઠેકાણા નજીક કરવામાં આવ્યો મિસાઈલ હુમલો

Bhavya D. Popat March 22, 2026 • 4 min read
શેર કરો:
0:00
AUDIO

ડીમોના દક્ષીણ ઈઝરાયેલમાં આવેલું છે મહત્વનું પરમાણું મથક: ઈરાન હુમલામાં પરમાણું મથકને અસર થઇ હોવાની શક્યતા!

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મધ્ય પૂર્વમાં છેલ્લા ૨૦ દિવસથી વધુ સમયથી ચાલતા યુદ્ધના અંતની આશા ફરી નિરાશામાં પરિણામી હોય તેવું બહાર આવી રહ્યું છે. આજે વહેલી સવારે ઈરાન દ્વારા દક્ષિણી ઈઝરાયેલના ડિમોના નજીકના વિસ્તારને નિશાન બનાવી મિસાઈલ હુમલો કર્યો છે તેવી વિગતો બહાર આવી રહી છે. આ હુમલો, જે લગભગ 13 કિલોમીટર દૂર આવેલી એક સંવેદનશીલ પરમાણુ સંશોધન સુવિધા પર નિર્દેશિત હોવાનું જણાય છે, તેના કારણે નોંધપાત્ર જાનહાનિ થઈ છે, જેમાં ઓછામાં ઓછા 47 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ડીમોના નજીકનું અરદ શહેર પણ આ હુમલામાં ગંભીર રીતે પ્રભાવિત થયું છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોને ઈમરજન્સી સેવાઓ દ્વારા સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી બહાર આવી રહી છે.

ઈરાનની રાજધાની તહેરાનના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કાર્યવાહી ઈરાનના નટાન્ઝ પરમાણુ સુવિધા પર થયેલા અગાઉના હુમલા બાદ થઈ છે. ઈરાન દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી પહેલેથી જ અસ્થિર પરિસ્થિતિને વધુ ભડકાવી શકે છે તેમ યુદ્ધ નિષ્ણાંતો માની રહ્યા છે.

G7 વિદેશ મંત્રીઓએ એક સંયુક્ત નિવેદન જારી કર્યું છે, જેમાં તાત્કાલિક યુદ્ધવિરામની તાકીદ કરવામાં આવી છે અને પ્રદેશમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓથી પ્રભાવિત વૈશ્વિક ઉર્જા પુરવઠાને સુરક્ષિત કરવા માટે પગલાં લેવાની તેમની તૈયારી પર ભાર મૂક્યો છે. જો કે આ તાકીદ છતાં ઈઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્સ બંનેએ ઈરાન સામે તેમની લશ્કરી કાર્યવાહી ચાલુ રાખી છે, તો સામે પક્ષે એકલું પડેલું ઈરાન પણ સતત હુમલા કરી પોતે નમતું જોખવા તૈયાર નથી તેવું સ્પષ્ટ કરી રહ્યું છે. આ હુમલાને એટલે પણ વધુ ગંભીર માનવામાં આવી રહ્યો છે કારણકે અત્યાર સુધી વિશ્વના સરક્ષણ નિષ્ણાતો ઈરાની મિસાઈલ ક્ષમતા ૨૦૦૦ કિલોમીટર સુધી હોવાનું મની રહ્યા હતા. ડીમોના પર થયેલ આ હુમલો આ માન્યતાને ગંભીર રીતે ખોટી ઠેરવે છે અને ૪૦૦૦ કિ.મી સુધી ઈરાની મિસાઈલ પહોચી શકે છે તે બાબત ઉજાગર કરે છે. આ બાબત એટલા માટે પણ ગંભીર ગણવામાં આવી રહી છે કારણકે આ દુરીની મિસાઈલ ઈરાન દ્વારા અનેક યુરોપિયન દેશો માટે પણ ખતરો ઉભો કરી શકે છે!!

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW