બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વર્ષ 2026 માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. રિટર્નિંગ ઓફિસર દ્વારા જાહેર કરાયેલ આ જાહેરાત મુજબ ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને વિજેતા સભ્યોની અધિકારીક યાદી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી Advocates Act તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત બાર કાઉન્સિલના નિયમો અનુસાર યોજવામાં આવી હતી. ઉપરાંત સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન અને વખતોસરના આદેશોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.
ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે યોજાઈ?
ચૂંટણી 6 માર્ચ, 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં 150 મતદાન કેન્દ્રો પર યોજાઈ હતી. મતગણતરી પ્રક્રિયા 10 માર્ચ, 2026થી શરૂ કરવામાં આવી હતી. ગણતરીમાં ગણિતજ્ઞોની ટીમની મદદ લેવામાં આવી હતી
૨૦ સભ્યો બાર કાઉન્સિલના વહીવટદારો બનશે:
ચૂંટાયેલા ઉમેદવારો ચૂંટણીમાં વિવિધ ઉમેદવારોમાંથી 20 ઉમેદવારોને સભ્ય તરીકે ચુંટવામાં કરવામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વે અંસારિ આફતાબહુસેન અલ્તાફહુસેન, પટેલ જ્યોતિન્દ્ર જેઠાલાલ, પટેલ દિલીપ કાનજીભાઈ, વાઘેલા પરેશકુમાર હીરાભાઈ, અનડકટ મનોજ મણિલાલ સહિતના નામો સમાવેશ પામે છે. મહિલા ઉમેદવારો અંગેના ખાસ આરક્ષિત બેઠકોમાં 3 મહિલા ઉમેદવારોને પણ સભ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટાયેલ મહિલા સભ્યો ભારદ્વાજ અમૃતા અભયકુમાર, જોશી પ્રિતિ જિગ્નેશ અને પાનવાલા હિરલ કિરીટ રહ્યા છે. સત્તાવાર જાહેરાત આ પરિણામોની જાહેરાત 21 માર્ચ, 2026ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. મુખ્ય રિટર્નિંગ ઓફિસર એચ.એમ. પરીખ અને અન્ય અધિકારીઓ દ્વારા આ યાદી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ૦૬ માર્ચના રોજ યોજાયેલ ચુંટણીનું પરિણામ ૨૧ માર્ચ એટલે કે અંદાજે ૧૫ દિવસ પછી બાહર પડી શકાયું છે. જે આ ચુંટણી પ્રક્રિયાની જટિલતાનો નિર્દેશ કરે છે. નિષ્ણાતો માને છે કે પ્રેફરન્સ વોટ જેવી ટેકનીકલ પદ્ધતિના કારણે ચુંટણી સંચાલન વધુ જટિલ બની જતું હોય છે.
મહત્વ શું? આ ચૂંટણી ગુજરાતના વકીલાત ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વકીલો માટેના નિયમો, શિસ્ત અને વ્યવસ્થાનું નિયંત્રણ કરતી મુખ્ય સંસ્થા છે. ગુજરાત બાર કાઉન્સિલના આ સતાધીશો રાજ્યના મોટી સંખ્યામાં રહેલા વકીલો સાથે નજીકથી કામ કરતા હોય તેઓની પાસે હોદ્દાની રુએ ઘણી સત્તાઓ રહેતી હોય છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.