જી.એસ.ટી.

વેપારીના વિશ્વાસનો ફાયદો ઉઠાવી એકાઉન્ટન્ટ દ્વારા ખોટા બિલો બનાવવા અંગે નોંધાઈ ફરિયાદ

Bhavya D. Popat March 22, 2026 • 4 min read
શેર કરો:
0:00
AUDIO

વર્ષ 2021 અને 2022 માં એકાઉન્ટન્ટ દ્વારા ખોટા બિલો બનાવવામાં આવ્યાની નોંધાઈ ફરિયાદ: 2025 માં જી.એસ.ટી. ની નોટિસ આવતા વેપારીને થઈ જાણ

ગુજરાતના જામનગરમાં એક વેપારીએ પોતાની સાથે એકાઉન્ટન્ટ દ્વારા છેતરપિંડી હાથ ધરવામાં આવી હોવાની FIR નોંધાવવામાં આવેલ છે. FIR માં જણાવ્યા મુજબ તેઓએ વર્ષ 2021 માં કિચન એપ્લાયન્સના ઓનલાઈન વેચાણ માટે જી.એસ.ટી. નંબર મેળવેલ હતો. આ ધંધા માટે તેઓએ એકાઉન્ટન્ટની નિમણૂંક કરવામાં આવેલ હતી. આ ધંધો ખાસ ચાલ્યો ના હતો. FIR ,આપ્વમાં આવેલ વિગતો મુજબ એકાઉન્ટન્ટ છ મહિના સુધી કાર્યરત રહ્યા હતા. ધંધામાં કોઈ ટર્નઓવર થતું ના હતું તેવા સંજોગોમાં વેપારી દ્વારા નીમવામાં આવેલ એકાઉન્ટન્ટએ વેપારીનો જી.એસ.ટી. પોર્ટલનું ID અને પાસવર્ડ અન્ય સ્થાનિક ત્રાહિત વ્યક્તિને NIL રિટર્ન ફાઇલ કરવાં આપવામાં આવ્યું હતું. FIR માં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ત્રાહિત વ્યક્તિકે જેઓને એકાઉન્ટન્ટ દ્વારા વિગતો આપવામાં આવી હતી તેઓએ વેપારીની જાણ બહાર બિલો બનાવી બોગસ વ્યવહારો હાથ ધરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ત્રાહિત વ્યક્તિ હાલ હયાત નથી. આ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલ બોગસ બિલો બાબતે વેપારી ઉપર હવે 37 લાખ રૂપિયાની જી.એસ.ટી.ની જંગી જવાબદારી આવી પડી છે. આ પરિસ્થિતિ તેના વિશ્વાસુ હિસાબનીશની છેતરપિંડીભરી કાર્યવાહીને કારણે ઊભી થઈ છે, જેણે કથિત રીતે ટેક્સ ફાઈલિંગમાં ગેરરીતિ કરી, જેના કારણે વેપારી વધતા દેવાથી અજાણ રહ્યો હતો.

પોલીસ અધિકારીઓ છેતરપિંડીની ફરિયાદ થતાં સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે, જેમાં હિસાબનીશની પદ્ધતિઓ અને સંભવિત સહયોગીઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના મજબૂત આંતરિક નાણાકીય નિયંત્રણો અને આઉટસોર્સ્ડ હિસાબી સેવાઓની કડક દેખરેખની નિર્ણાયક જરૂરિયાત પર પ્રકાશ પાડે છે. વેપારીઓ દ્વારા પોતાની જવાબદારી સમજ્યા વગર અને વારંવાર વ્યવહારો અંગે મેસેજ તથા ઇ મેઈલ આવવા છતાં આ બાબતને ઘણીવાર ગંભીરતાથી લેતા હોતા નથી. આ પ્રકારે ગાફેલ રહેલ વેપારી ક્યારેક ખૂબ મોટી મુસીબતમાં મુકાઇ જતાં હોય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનાની ભારતીય ન્યાય સંહિતા હેઠળ FIR થતાં પોલીસ ડિપાર્ટમેંટ તરફથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાત જી.એસ.ટી. અધિકારીઓ દ્વારા પણ આ વ્યવહારો બાબતે બિલો, ઇ વે બિલ, સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલ મેસેજ, ઇ મેઈલ વગેરેની પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. કર નિષ્ણાંતો આ બાબતે એક સુરે વેપારીઓને આ બાબતે ગંભીર રહેવા સલાહ આપી રહ્યા છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW