યુદ્ધ ક્ષેત્રે અમેરિકાના પ્રમાણમાં સામાન્ય ગણી શકાય તેવું ઈરાન રણનીતિ ક્ષેત્રે હંફાવી રહ્યું છે અમેરિકાને!!
મધ્ય એશિયા સંકટને લગભગ એક મહિના જેવો સમય થવા આવશે ત્યારે ઈરાને વિશ્વના દેશોને સંબોધીને મહત્વની જાહેરાત કરી છે. ઈરાન દ્વારા ખુબ જ મહત્વની જાહેરાત કરીને જાહેર કર્યું છે કે ખુબજ વ્યૂહાત્મક હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા પર પ્રતિબંધ માત્ર દુશ્મન દેશો માટે લાગુ પડશે. આ પ્રતિબંધથી મિત્ર દેશોને કોઈ અસર થશે નહિ. આ એક જાહેરાત સાથે ઈરાન દ્વારા એક કાંકરે અનેક શિકાર કર્યા હોય તેવું આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો મની રહ્યા છે. ઈરાનની આ જાહેરાતની અસર એ થશે કે જે દેશો અમેરિકા અને ઈઝરાયેલ સાથે યુદ્ધમાં સહકાર કરશે તેઓને આર્થીક રીતે ખુબજ મહત્વની હોર્મુઝ સમુદ્ર ધૂનીમાં પ્રતિબંધનો સામનો કરવો પડશે. આ સાથે ઈરાન દ્વારા વિશ્વના દેશોને પોતાની સાથે રહેવા પણ ઈસારો કરવામાં આવ્યો છે અને દેશોને ઈરાન સાથે ફરજીયાત મિત્રતા રાખવા આડકતરી રીતે દબાણ પણ કરી આપવામાં આવ્યું છે.
ઈરાની સરકારનું વલણ, એક વરિષ્ઠ મંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે, જે 'દુશ્મનો' અને તેમના 'મિત્રો' સાથે સંકળાયેલા જહાજો માટે બાકાત રાખવાની નીતિ પર ભાર મૂકે છે. આ પગલું વૈશ્વિક શિપિંગ લેન પર સીધી અસર કરે છે, ખાસ કરીને જે પર્શિયન ગલ્ફ પ્રદેશમાંથી ઉર્જા નિકાસ માટે નિર્ણાયક છે. હોર્મુઝની સામુદ્રધુની, એક સાંકડો જળમાર્ગ, વિશ્વના ક્રૂડ ઓઇલનો નોંધપાત્ર જથ્થો સંભાળે છે. તેના માર્ગમાં કોઈપણ વિક્ષેપ અથવા પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારો અને ભૌગોલિક રાજકીય સ્થિરતા માટે નોંધપાત્ર અસરો ધરાવે છે. હાલ, આ ક્ષેત્રે પડી રહેલા પરિવહનના વિક્ષેપના કારણે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ, ગેસ વગેરેની કિલ્લત ઉભી થઇ ગઈ છે. ઈરાનની જાહેરાત નો હેતુ શત્રુ ગણાતા લોકોને મોટો આર્થીક ફટકો આપવાનો છે. ઈરાનની આ જાહેરાત પછી ઘણા દેશોએ પોતાની વિદેશનીતિ ઉપર ફેરવિચારણા કરવાની ફરજ પડશે તે ચોક્કસ છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.