સંઘર્ષ વિસ્તારો

તો થઈ શકે છે તમારું ઇન્ટરનેટ બંધ!!!

Bhavya D. Popat March 28, 2026 • 4 min read
શેર કરો:
0:00
AUDIO

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: માત્ર પેટ્રોલ ડીઝલ માટે જ નહીં ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે પણ છે મહત્વનુ

વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝની સામુદ્રધુનીમાં ભૌગોલિક રાજકીય તણાવે વિશ્વના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગંભીર નબળાઈ ઉજાગર કરી છે. વૈશ્વિક ઉર્જા પરિવહન માર્ગ તરીકે તેના સર્વોચ્ચ મહત્વ ઉપરાંત, સામુદ્રધુનીની ભૌગોલિક સ્થિતિ વૈશ્વિક ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો આધારસ્તંભ બનાવતા અંડરસી ફાઇબર ઓપ્ટિક કેબલ માટે નોંધપાત્ર ખતરો ઉભો કરે છે. ઉલ્લેખનીય છે કે તેલ અને ગેસ પુરવઠાનો નોંધપાત્ર હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી પસાર થાય છે. એવી જ રીતે વૈશ્વિક ઇન્ટરનેટ સેવાઓ જાળવવા માટે આવશ્યક એવા નિર્ણાયક અંડરસી સંચાર કેબલ પણ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પ્રદેશમાંથી પસાર થાય છે.

નિષ્ણાતો ચેતવણી આપે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સાંકડાં જળમાર્ગમાં કોઈપણ વિક્ષેપ, વૈશ્વિક ડેટા પ્રવાહ પર વ્યાપક અસરો કરી શકે છે. સબસી કમ્યુનિકેશન કેબલની (દરિયામાં બિછાવેલ ઓપટીકલ કેબલ) ને પહોચડવામાં આવેલ કોઈ પણ ક્ષતિ સમગ્ર વિશ્વના ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે મોટો સંકટ ઊભો કરી શકે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સામુદ્રધુનીમાં તોડફોડ અથવા આકસ્મિક નુકસાન વૈશ્વિક સ્તરે નાણાકીય બજારો, સંચાર નેટવર્ક્સ અને નિર્ણાયક સેવાઓને અસર કરીને વ્યાપક ઇન્ટરનેટ આઉટેજ તરફ દોરી શકે છે.

આ ડિજિટલ ધમનીઓને નિશાન બનાવવા ઈરાન દ્વારા પ્રયાસ થઈ શકે છે તેવું પણ નિષ્ણાંત માની રહ્યા છે. હાલ, ઈંધણ અને અન્ય ચીજવસ્તુઓના પરિવહનમાં મોટો વિક્ષેપ ઊભો કરનાર ઈરાન, અમેરિકા અને ઈજરાયેલના મિત્ર દેશોને ગંભીર અસર કરવા આ નીતિ અપનાવી શકે છે. જો કે ઈરાન દ્વારા ઉઠાવવામાં આવેલ આ પ્રકારનું કોઈ પણ પગલું માત્ર અમેરિકા અને ઈઝરાયેલના મિત્ર દેશો જ નહીં પરંતુ ઈરાન સહિત સમગ્ર વિશ્વ માટે એક મોટો પડકાર ઊભો કરી શકે છે. આ નુકસાન માત્ર રાજકીય સ્તરેજ નહીં પરંતુ તમારા મારા જેવા સામાન્ય લોકોના જીવનમાં પણ ગંભીર અસર કરી શકે છે.

મધ્ય એશીયામાં શરૂ થયેલ આ યુદ્ધને આજે એક મહિનો થવા આવ્યો છે. ઈરાન હજુ યુદ્ધમાં નમતું જોખવા તૈયાર નથી તો બીજી બાજુ અમેરિકાના વિવિધ શાંતિ પ્રસ્તાવનો પણ સતત અનાદર કરી રહ્યા છે. આ યુદ્ધ વધુ ચાલે તો વૈશ્વિક સ્તરે મોટી ઊથલ પાથલ જોવા મળે તેવી સંભાવના નકારી શકાય નહીં!!


Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW