સંઘર્ષ વિસ્તારો

ઈરાન યુદ્ધ: હાલ સમગ્ર જગત માટે સંકટ પણ ભવિષ્યમાં સુપર પાવર વગરના વિશ્વની તૈયારી??

Bhavya D. Popat April 7, 2026 • 8 min read
શેર કરો:
0:00
AUDIO

ઇરાન–અમેરિકા યુદ્ધ: વૈશ્વિક શક્તિ સંતુલન પર પડતો પ્રભાવ:
વિશ્વ રાજનીતિના ઇતિહાસમાં કેટલાક સંઘર્ષો એવા હોય છે જે માત્ર બે કે ત્રણ દેશો વચ્ચેની લડાઈ નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક વ્યવસ્થાને અસર કરે છે. હાલ ચાલી રહેલું ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ એ જ પ્રકારનો એક સંઘર્ષ બની રહ્યું છે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. લગભગ એક મહિનાથી વધુ સમયથી ચાલતા આ યુદ્ધે આંતરરાષ્ટ્રીય રાજનીતિ, આર્થિક સ્થિતિ અને સૈન્ય સંતુલન પર ગંભીર અસર પેદા કરી છે.

યુદ્ધની શરૂઆત અને અપેક્ષાઓ
અમેરિકા, જે વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્ય શક્તિ માનવામાં આવે છે, જેને જગત જમાદાર તરીકે કામગીરી કરવાની સતત અડત રહેલી છે તેવા દેશ સામે સામે ઇરાન જેવા દેશે લાંબા સમય સુધી ટક્કર આપી શકશે તેની શક્યતા નહીવત જણાતી હતી. એક મહિનાથી વધુ સમય યુદ્ધમાં અમેરિકાને મચકનાં આપનાર ઈરાન માટે બહુ મોટી બાબત હોવાનું યુદ્ધ નિષ્ણાતો માની રહ્યા છે. યુદ્ધની શરૂઆતમાં વિશ્વભરમાં એવી ધારણા હતી કે અમેરિકા ખૂબ ઓછા સમયમાં ઇરાનને નબળું પાડી દેશે અને પોતાના માનીતા નેતાઓને ઈરાનનું શાશન કરવા બેસાડી દેશે અને સંપૂર્ણ ઈરાનના તેલ ઉત્પાદન પર એકાધિકાર મેળવી લેશે. પરંતુ એક મહિના પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત બની છે. ઇરાને તેની અસીમિત પ્રતિરક્ષા ક્ષમતા, ગેરિલા યુદ્ધની રણનીતિ અને પ્રાદેશિક ગઠબંધનોનો ઉપયોગ કરીને અમેરિકાને તથા તેના ઇઝરાયેલ સહીતના મિત્ર દેશોને મોટો ફટકો આપ્યો છે.

Strait of Hormuzનું મહત્વ ઓછુ અંકવાની ભૂલ પડી અમેરિકાને ભરી??
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક છે, જ્યાંથી વિશ્વના લગભગ 20% તેલનો વેપાર થાય છે. આ ઉપરાંત પણ ઘણા મોટા પ્રમાણમાં અન્ય ચીજ વસ્તુઓનો વેપાર પણ આ માર્ગ થાકી જ થાય છે. ઇરાને આ માર્ગને બ્લોક કરીને વૈશ્વિક અર્થતંત્રને સીધી નકારાત્મક અસર પહોંચાડી છે. આ નકારાત્મક અસરના કારણે અમેરિકાના મિત્ર દેશો પણ આ યુદ્ધ છેડવા બદલ અમેરિકાથી નારાજ થઇ ગયા હોવાની માહિતી બહાર આવી રહી છે.

તેલના ભાવોમાં ભારે વધારો: ભારત સહીત ઘણા એશિયાના અને યુરોપિયન દેશો માટે ઊર્જા સંકટ :આંતરરાષ્ટ્રીય વેપાર પર દબાણ ભારત જેવા દેશો માટે આ પરિસ્થિતિ ગંભીર છે, કારણ કે ભારત તેની ઊર્જાની જરૂરિયાત માટે મધ્યપૂર્વ પર નિર્ભર છે. માત્ર ભારત જ નહિ એશિયાના અન્ય વિકાસશીલ દેશો, યુરોપના ઘણા વિકાસશીલ તથા વિકસિત દેશો પણ તેલ અને ઇંધણ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. આ તમામ દેશો માટે હાલ સંકટ ઉભું થઇ ગયું છે.

અમેરિકાની આંતરિક રાજનીતિ પર અસર આ યુદ્ધનો સીધો પ્રભાવ
અમેરિકાની આંતરિક રાજનીતિ પર પણ પડી રહ્યો છે. Donald Trump પર સતત દબાણ વધી રહ્યું છે. યુદ્ધ ખર્ચમાં ભારે વધારો, નાગરિકોમાં અસંતોષ, વિરોધ પક્ષ દ્વારા કઠોર ટીકા, ceasefire માટેની માંગ વધતી અમેરિકન અર્થતંત્ર પર પણ યુદ્ધનો ભાર જોવા મળી રહ્યો છે. આમ, અમેરિકી પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર દેશ બહારથી નહિ પણ દેશમાં પણ વિરોધનો સામનો કરી રહ્યા છે.

NATO અને મૈત્રી દેશોની ભૂમિકા:
NATO જેવી સંસ્થાએ પણ આ સંઘર્ષમાં સક્રિય સહયોગ આપ્યો નથી. ઘણા યુરોપિયન દેશોએ સીધા યુદ્ધમાં જોડાવાથી સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. આ પરિસ્થિતિ નીચેના પ્રશ્નો ઉભા કરે છે: શું અમેરિકા હવે એકલું પડી રહ્યું છે? મૈત્રી ગઠબંધનોની વિશ્વસનીયતા કેટલી મજબૂત છે? વૈશ્વિક શક્તિ સંતુલન બદલાઈ રહ્યું છે?

વૈશ્વિક શક્તિ તરીકે અમેરિકાની છબી આ યુદ્ધે અમેરિકાની "સુપરપાવર" તરીકેની છબી પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું?
વિશ્વના રાજકીય નિષ્ણાતો માનતા થયા છે કે: અમેરિકાની સૈન્ય શક્તિ હજી પણ મજબૂત છે, પરંતુ તેનો રાજકીય પ્રભાવ ઘટી રહ્યો છે. નાના દેશો હવે વધુ આત્મવિશ્વાસ સાથે તેનો વિરોધ કરી શકે છે અને કરી રહ્યા છે. વૈશ્વિક નેતૃત્વમાં બહુપક્ષીયતા (multipolar world) તરફ ઝોક વધી રહ્યો છે, જે એકંદરે સમગ્ર વિશ્વ માટે સારી બાબત ગણી શકાય. અમેરિકી આર્થીક શક્તિ અને રાજકીય શક્તિ માટે આ યુદ્ધ એક મોટી પરીક્ષા સમાન સાબિત થઇ રહ્યું છે.

ઇરાનની વ્યૂહરચના: એક અભ્યાસ ઇરાને સીધો મુકાબલો કરતા વધુ "અસીમેટ્રિક વૉરફેર" (asymmetric warfare) અપનાવ્યો છે, જેમાં પ્રોક્સી ગૃપ્સનો ઉપયોગ, સાઇબર હુમલાઓ, જળમાર્ગો પર નિયંત્રણ, પ્રાદેશિક રાજકીય સમર્થન આ તમામ પગલાંઓએ અમેરિકાને લાંબા સમય સુધી વ્યસ્ત રાખ્યા છે.

ભારત અને અન્ય દેશો માટેના પડકારો ભારત માટે આ યુદ્ધ ખાસ કરીને મહત્વપૂર્ણ છે:
આ યુદ્ધના કારણે તેલની કિંમતોમાં મોટો વધારો થયો છે. આ વધારો ગ્રાહકો ઉપર પસાર કરવામાં આવે તો મોંઘવારીનો માર સામાન્ય પ્રજા ઉપર પડે. જો આ ભાર જે તે ઉત્પાદક કંપની પર ભોગવવાનો વારો આવે તો આ કંપનીઓ માટે મરણતોલ સાબિત થઇ શકે છે. જયારે આ વધેલા તેલના ભાવનો બોજ સરકાર દ્વારા સહન કરવામાં આવે તો ભારતના બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફીસિટમાં મોટો માર પડે તે ચોક્કસ છે. હાલ ભારત માટે આર્થીક માત્ર આર્થિક ક્ષેત્રે જ નહિ પરંતુ વિદેશ નીતિમાં સંતુલન જાળવવાની જરૂર ભારતને એક તરફ અમેરિકાની સાથેના સંબંધો અને બીજી તરફ ઇરાન સાથેના વ્યૂહાત્મક હિત વચ્ચે સંતુલન સાધવું પડશે.
નિષ્કર્ષ
ઇરાન યુદ્ધ માત્ર એક સૈન્ય સંઘર્ષ નથી; તે વૈશ્વિક રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ફેરફારનું સૂચક છે. આ યુદ્ધે દર્શાવ્યું છે કે આજના સમયમાં માત્ર સૈન્ય શક્તિ જ પૂરતી નથી, પરંતુ રાજકીય સમજ, ગઠબંધન અને વ્યૂહરચના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. વિશ્વ હવે એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે જ્યાં એકમાત્ર સુપરપાવરનો યુગ ધીમે ધીમે ખતમ થઈ શકે છે અને બહુપક્ષીય વિશ્વ વ્યવસ્થા ઉભી થઈ રહી છે. જો આ રીતે એક જ સુપર પાવરનો યુગ પૂરો થાય અને બહુદેશીય વ્યવસ્થા ઉભી થાય તો લાંબા ગાળે આ યુદ્ધથી થયેલ નુકસાન સામે વિશ્વને થયેલ ફાયદા વધુ થઇ શકે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

Comments

તમારો પ્રતિભાવ આપો
M
MAMDANI MAMADJAVID
07 Apr, 2026
Good Articles And Good General knowledge Good Story Iran America
Advertisement
TEST AD - SHOULD SHOW