ગુજરાત

દયાભાભી અને સુંદરલાલના પિતાનું અમદાવાદ ખાતે થયું અવસાન

Bhavya D. Popat April 7, 2026 • 2 min read
શેર કરો:
0:00
AUDIO

જાણીતા અભિનેતા થિયેટર આર્ટિસ્ટ ભીમભાઈ વાકાણીનું અમદાવાદ ખાતે 84 વર્ષની વયે મંગળવાર 07 એપ્રિલ 2026 ના રોજ થયું અવસાન:

લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીના યાદગાર પાત્ર માટે જાણીતી ટેલિવિઝન પર્સનાલિટી દિશા વાકાણીના પિતાનું આજે 07 એપ્રિલના રોજ 84 વર્ષની વયે અમદાવાદ ખાતે અંદાજે સવારે 8.30 આસપાસ નિધન થયું છે. તેમના નિધનના સમાચારની સૂત્રો દ્વારા પુષ્ટિ કરવામાં આવેલ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભીમભાઇ વાકાણી એક વર્ષથી વધુ સમયથી પેરેલીસીસના કારણે તકલીફો અનુભવી રહ્યા હતા. તેઓને છેલ્લા દિવસોમાં ન્યુમોનિયાની અસર પણ હોવાની માહિતી મળી રહી છે. તેમના મૃત્યુના સમાચારથી કલા અને મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ભીમભાઈ વાકાણી પોતે ખૂબ સારા અને જાણીતા થિયેટર આર્ટિસ્ટ હતા. આ ઉપરાંત તેઓએ ઘણી જાણીતી બૉલીવુડ ફિલ્મ જેવી કે લગાન, સ્વદેશ, લજ્જા જેવી જાણીતી ફિલ્મોમાં પણ અભિનય કરેલ હતો. તેઓ તારક મહેતા ક ઉલ્ટા ચશ્માના અમુક એપિસોડમાં પણ દર્શકોને દેખાયા હતા. તેઓ સારા અભિનેતા સાથે એક સારા ચિત્રકાર પણ હતા. દયાભાભી અને સુંદરલાલના પિતાના નિધનથી ભીમભાઇ વાકાણીના પોતાના ચાહકો ઉપરાંત તેમના સંતાનોના ચાહકો તરફથી પણ સોશીયલ મીડિયામાં દુ:ખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.


Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW