સંઘર્ષ વિસ્તારો

સમગ્ર વિશ્વ માટે સારા સમાચાર: અમેરિકા-ઈરાન વચ્ચે ૨ અઠવાડિયા માટે યુદ્ધ વિરામ બાબતે સહમતી

Bhavya D. Popat April 8, 2026 • 3 min read
શેર કરો:
0:00
AUDIO

કામચલાવ યુદ્ધ વિરામ પણ વૈશ્વિક ફલક પર ખુબ મહત્વનો: ઈરાન દ્વારા પણ આધિકારિક રીતે આ યુદ્ધ વિરામની જાહેરાત

એક નોંધપાત્ર રાજદ્વારી વિકાસમાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાને બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે કામચલાઉ તૈયાર થયા છે. આ અણધાર્યો કરાર લાંબા સમયથી તણાવગ્રસ્ત ક્ષેત્રમાં સંઘર્ષ ઘટાડવાનો મહત્વનો વૈશ્વિક સંકેત આપે છે. આ ગુપ્ત વાટાઘાટો દ્વારા મધ્યસ્થી કરાયેલ આ કરાર તાત્કાલિક અસરથી અમલમાં આવવાની અપેક્ષા છે, જે વધુ સંવાદ માટે નિર્ણાયક તક પૂરી પાડે છે.

આ યુદ્ધ વિરામની જાહેરાત પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે આગામી શુક્રવારથી શરુ થનાર શાંતિમંત્રણા માટે પાયા રૂપ ગણાશે. સૂત્રો સૂચવે છે કે આ માળખું દસ-પોઇન્ટ યોજના પર આધારિત છે. આ ૧૦ પોઈન્ટ યોજનામાં ઈરાન, ઈરાક, લેબેનાન, યમન પર સંપૂર્ણ પ્રહાર બંધી સૌથી મુખ્ય શરત છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ શરુ કરવું, ઈરાનના નુકસાનની ભરપાઈ કરવી, ઈરાન પર લાદવામાં આવેલ તમામ પ્રતિબંધ હટાવવા, વૈશ્વિક સ્તરે ઈરાનની ટાંચમાં લેવામાં આવેલ મિલકતો છુટી કરવીનો સમાવેશ થાય છે. જયારે ઈરાન દ્વારા કોઈ પણ પ્રકારના અનુબોમ્બના ઉપ્તાદન નાં કરવા સહમતી દર્શાવી છે. આ શરતો બન્ને પક્ષો દ્વારા સ્વીકારવામાં આવી હોવાની માહિતી હાલ મળી રહી છે.

આ યુદ્ધ વિરામ ચોક્કસ વૈશ્વિક સ્તરે આવકારદાયક છે. પરંતુ એ બાબત જાણવી જરૂરી છે કે યુદ્ધ દરમ્યાન આ પ્રકારના કોઈ પણ યુદ્ધ વિરામ એ માત્ર એક છમકલાથી પણ ડગમગી શકે છે. આ ઉપરાંત ઈઝરાયેલનો આ શાંતિ વાર્તામાં શું ભાગ હશે અને આ યુદ્ધવિરામ ઇઝરાયેલને મંજુર છે તે બાબત હજુ જોઈએ તેટલી સ્પષ્ટ નથી. ગઈકાલે અમેરિકા દ્વારા ઈરાન પર સૌથી મોટો હુમલો કરવાની જાહેરાત કરવામાં આવેલ હતી અને દુનિયાભરમાં આ બાબતે ચિંતા વ્યાપેલ હતી આવા સમયે આ યુદ્ધ વિરામ એ ચોક્કસ સમગ્ર વિશ્વ માટે સારા સમાચાર ગણી શકાય.


Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW