સંઘર્ષ વિસ્તારો

આવતીકાલથી પાકિસ્તાન ખાતે શરુ થતી ઈરાન અમેરિકા વચ્ચેની શાંતિ મંત્રણા પર વિશ્વની રહેશે નજર!!

Bhavya D. Popat April 10, 2026 • 4 min read
શેર કરો:
0:00
AUDIO

લેબેનાન વિષે ઈઝરાયેલનું વલણ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાબતે ઈરાનની જડતા ઉપર રહી શકે છે શાંતિમંત્રણાનો આધાર

યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈરાનના પ્રતિનિધિઓ વચ્ચે ઉચ્ચ કક્ષાની શાંતિવાર્તા આવતીકાલે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં થવાની છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ નિર્ણાયક ચર્ચાઓનું નજીકથી અવલોકન કરી રહ્યો છે, જેમાં પ્રાદેશિક ગતિશીલતાને પુન: આકાર આપી શકે તેવા હકારાત્મક અને ઉત્પાદક પરિણામની આશા રાખવામાં આવી રહી છે.

આ રાજદ્વારી મીટીંગ વિષેના વૈશ્વિક મહત્વ પર ભાર મૂકતા સૂત્રો આવતીકાલે વાટાઘાટોની શરૂઆતની પુષ્ટિ કરે છે. વોશિંગ્ટન અને તેહરાન બંને ઉદ્દેશ્યો અને અપેક્ષાઓના અલગ-અલગ ભારણ સાથે પહોચી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ કથિત રીતે અસ્થિર ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપને સ્થિર કરવા માટે ડી-એસ્કેલેશન અને માર્ગ શોધી રહ્યું છે. હાલની પરિસ્થિતિ જોતા અમેરિકા પોતે શક્ય એટલું આ યુદ્ધમાંથી બહાર નીકળવા પ્રયાસ કરશે. જયારે ઈઝરાયેલ કોઈ પણ રીતે લેબનાન ઉપર હુમલો કરવાનો પોતાનો હક્ક જતો કરવાની તરફેણમાં નથી. તેનાથી વિપરિત, ઈરાનની અપેક્ષાઓમાં સંપૂર્ણ યુદ્ધ બંધી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ટોલ નાંખી પોતાને થયેલ નુકસાન ભરપાઈ, લેબેનોન સહીત તેના તમામ સમર્થકો પરના હુમલો બંધ કરવા સહીતની ૧૦ જેટલી માંગણી ઉપર કાયમ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ટોલની બાબત ઉપર વિશ્વના ઘણા દેશોનો વિરોધ ઉઠી રહ્યો છે. આ વિરોધનું કારણ એ છે કે ઈરાન દ્વારા ટોલ લગાડવામાં આવે તો ત્યાંથી પસાર થતા માલની કિંમતમાં મોટો વધારો થઇ શકે છે. આ કારણે વિશ્વના તમામ દેશોના ઈમ્પોર્ટ બજેટમાં મોટો વધારો થઇ શકે છે જેના કારણે આ દેશોના બેલેન્સ ઓફ પેમેન્ટ પર મોટી નકારાત્મક અસર પડી શકે છે. નિષ્ણાતો માને છે કે આ શાંતિ વાર્તામાં પાકિસ્તાનને પાછળથી ચીનનો દોરીસંચાર કરવામાં આવી રહ્યો છે. આ શાંતિવાર્તામાં ચીનનો અને રશિયાનો પણ સ્વાર્થ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જે ડી વાંસ ઉપસ્થિતિ રહેવાના છે. ઈરાન તરફથી કોણ ઉપસ્થિત રહેશે તે બાબતે હજુ ઈરાન દ્વારા પત્તા ખોલવામાં આવ્યા નથી. ઈઝરાયેલ પણ આ બેઠકમાં ભાગ લેશે તે અંગે કોઈ પુષ્ટિ મળી રહી નથી. આ વિકેન્ડમાં થનાર આ શાંતિ વાર્તા ઉપર સમગ્ર વિશ્વની નજર રહેશે. અમુક અપવાદોને બાદ કરવામાં આવે તો મોટાભાગના દેશો અને તેના લોકો આ યુદ્ધ ઈચ્છા રાખી રહ્યા છે કે આ શાંતિવાર્તા સફળ રહે અને આ યુદ્ધનો અંત આવે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW