સંઘર્ષ વિસ્તારો

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ફળ: યુદ્ધ આગળ વધશે તે નિશ્ચિત

Bhavya D. Popat April 13, 2026 • 5 min read
શેર કરો:
0:00
AUDIO

વૈશ્વિક મુત્સદ્દીગીરીને મોટો ફટકો: મહત્વપૂર્ણ વાટાઘાટો નિષ્ફળ:

સ્થાયી યુદ્ધવિરામ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદ ખાતે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય ચર્ચાઓ કરાર વિના સમાપ્ત થઈ છે, જે ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાના હજુ ચાલુ રહશે તેની શક્યતા દર્શાવે છે. ૨૧ કલાકથી વધુ ચાલેલી આ મીટીંગ કોઈ પણ જાતના સ્થાયી યુદ્ધ વિરામના નિર્યણ વગર સમાપ્ત થઇ હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યુએસ અને ઈરાનના પ્રતિનિધિઓએ નિષ્કર્ષના પરિણામના અભાવને સ્વીકાર્યો હતો. બંને પક્ષોએ સમાધાન સુધી પહોંચવામાં મુખ્ય અવરોધ તરીકે બીજા પક્ષની અક્કડતા તરફ ઈશારો કર્યો હતો. આ નિષ્ફળતા પ્રદેશમાં તણાવ ઘટાડવાના પ્રયાસો માટે એક નોંધપાત્ર ફટકો દર્શાવે છે, જે સંભવિતપણે હાલના તણાવને લંબાવી શકે છે અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગતિશીલતાને અસર કરી શકે છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વાન્સ દ્વારા પ્રેસવાર્તામાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકા દ્વારા ઈરાનને "લાસ્ટ એન્ડ ફાઈનલ ડીલ" આપવામાં આવી હતી જે ઈરાન દ્વારા સ્વીકારવામાં આવી નથી. તેમના દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રેસને જણાવવામાં આવ્યું હતું કે અમેરિકા દ્વારા આ મીટીંગમાં ઘણું જતું કરવામાં આવ્યું હતું અને ઈરાનની જડતાના કારણે યુદ્ધ વિરામ બાબતે કોઈ નિર્ણય પર આવી શકાયું નથી. જયારે બીજી બાજુ ઈરાન દ્વારા અમેરિકી પ્રેસ કોન્ફરન્સ બાદ તુર્કીના ઈસ્તાંબુલ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં શાંતિ વાર્તા નિષ્ફળ ગઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. ઈરાન દ્વારા એમેરિકા પર જડતાનો આક્ષેપ મુકવામાં આવ્યો હતો અને પોતાની વ્યાજબી માંગણી ના માનવાના કારણે આ યુદ્ધ બંધી શક્ય ના બની હોવાનું જણાવવામાં આવેલ હતું. ઈરાન દ્વારા યુનાયટેડ નેશનને આ બાબતે ઠોસ હસ્તક્ષેપ કરવા આગ્રહ કરવામાં આવ્યો છે અને કોઈ પણ કારણ વગર પોતાના દેશ ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ હુમલાની બાબતે ખાસ બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો છે. ઈરાન દ્વારા યુ એનને એક પ્રકારે ચેલેન્જ આપી જણાવવામાં આવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં યુ એન પોતાની સાર્થકતા સાબિત કરવી જરૂરી છે અને અમેરિકાને યુદ્ધ બંધ કરવા તે નિદેશ આપી શકે છે કે કેમ તેની ઉપર વિશ્વની નજર રહેશે.

બન્ને દેશો એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ યુદ્ધ વિરામ નાં થતા આ બન્ને દેશોની જડતાના કારણે સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં મુકાશે તે ચોક્કસ છે. નિષ્ણાતો માને છે કે બન્ને દેશો વચ્ચે લેબનાન બાબતે સહમતી સાધી શકાય નાં હતી. આ ઉપરાંત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ટોલ લાદવાની બાબત પણ બન્ને દેશોની સહમતી સધાઈ શકી ના હતી. ઈરાન પોતાના સિવિલ યુરેનિયમ ઉપયોગ બાબતે પણ નમતું જોખવા તૈયાર થયું ના હતું. હાલ, એ બાબત ચોક્કસ છે કે મધ્ય એશિયામાં શાંતિ હજુ ઘણી દુર છે. આ યુદ્ધ બાબતે યુનીટેડ નેશન શરૂઆતથી જ લગભગ ચુપ રહ્યું છે. આ કારણે યુ એનની વૈશ્વિક શાંતિ બાબતે ઉપયોગીતા અંગે પ્રાણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અગામી દિવસોમાં ભારત સહીતના બન્ને રાષ્ટ્રો સાથે સારા સબંધો ધરાવતા રાષ્ટ્રોની મુત્સદીગીરી ઉપર વિશ્વની નજર રહેશે. ત્યાં સુધી ઈરાન અમેરિકા યુદ્ધ માત્ર ઈરાન અમેરિકા જેવા દેશોને જ નહિ પરંતુ સમગ્ર વિશ્વને અને તેના લોકોના જીવનને પ્રભાવિત કરશે તે ચોક્કસ છે.


Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW