અમેરિકા દબાણ કરે તો કોઈ વાતાઘટો નહિ: ઈરાન
ઈરાને ફરી સ્પષ્ટપણે યુનાઈટેડ સ્ટેટ્સ સાથે સીધી વાતચીતની કોઈપણ સંભાવનાને નકારી કાઢી છે. આ જાહેરાત પછી પણ સમાચારો મળી રહ્યા છે કે અમેરિકાએ અનિશ્ચિત સમય માટે યુદ્ધવિરામ (સીઝ ફાયર) ની જાહેરાત કરી છે. ઈરાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ઉપર સતત અમેરિકા દ્વારા વિવિધ બાબતો પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે આ દબાણ અને વાતચીત સાથે થશે નહિ તે બાબતે ઈરાને સ્પષ્ટ સંકેત આપ્યો છે. વિવિધ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રકાશિત સમાચારોનું માનવામાં આવે તો નામ ગુપ્ત રાખવાની શરતે બોલતા એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વર્તમાન સંજોગોમાં વાટાઘાટોને ધ્યાનમાં લેશે નહીં, જેને અનૈચ્છિક વાટાઘાટોને બદલે શરતો લાદવાનો પ્રયાસ માનવામાં આવે છે.
અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાનનું વલણ સિદ્ધાંતમાં રાજદ્વારી જોડાણને નકારવાનું નથી, પરંતુ પોતાને ગેરલાભમાં લઇ જાઈ તેવી સ્થિતિમાંથી વાટાઘાટો કરવાનો તેમનો સ્પષ્ટ ઇનકાર છે. આ નિવેદન ચાલુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને તંગ ભૌગોલિક રાજકીય વાતાવરણ વચ્ચે આવ્યું છે જ્યાં બે રાષ્ટ્રો વચ્ચે વિશ્વાસ અત્યંત ઓછો થતો રહ્યો છે.
ઈરાનનું આ નિવેદન આવતા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે ડી વેંસની પાકિસ્તાન યાત્રા હાલ સ્થગિત કરવામાં આવી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આ યાત્રા ઈરાન સાથે બીજી સંધી માટેના પ્રયાસો હતા. હાલ આ શાંતિમંત્રણા અનિશ્ચિતકાળ માટે સ્થગિત થઇ હોવાના સમાચારો મળી રહ્યા છે. આ સમાચાર વિશ્વ માટે ખરાબ સમાચાર ગણી શકાય.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.