નાણાકીય

પહેલગામના પડઘાતા ઘા: એક વર્ષ પછી સ્થાનિક આજીવિકાને ગંભીર અસર

Bhavya D. Popat April 22, 2026 • 3 min read
શેર કરો:
0:00
AUDIO

હુમલાના કારણે પ્રવાસીઓ પહલગામ આવતાં અચકાય છે: પ્રવાસન સાથે જોડાયેલ સ્થાનિકોની આજીવિકાને ગંભીર નુસકાન

કાશ્મીર ખીણમાં વસેલું રમણીય શહેર પહેલગામ, બાર મહિના પહેલાં બનેલી એક મોટી હુમલાની ઘટનાની ગહન અસરો સામે હજુ પણ ઝઝૂમી રહ્યું છે. ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ બનેલ આ આતંકવાદની આ ઘટનાએ સમગ્ર વિશ્વને આતંકિત કરી હતી. ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદુર હાથ ધરી આ હુમલાનો બદલો લીધો હતો. આ નિંદનીય ઘટનાને ૧ વર્ષ જેટલો સમય થઇ ગયો હોવા છતાં આ ઘટનાની દુ:ખદ યાદો આ ઘટનાના આપ્તજનો માટે તો ભૂલવી શક્ય નહિ હોય. આ સાથે ત્યાના સ્થાનિકો માટે પણ આ ઘટનાના કારણે ખુબ મુશ્કેલ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. આ ઘટના બાદ પહલગામ જે કાશ્મીર પ્રવાસનું એક સૌથી મહત્વનું પ્રવાસન સ્થળ ગણાતું ત્યાં હવે લોકો જવાનું ટાળી રહ્યા છે. હુમલા પછી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાના સમાચારો મળી રહ્યા છે. આ આતંકવાદી ઘટનાને સફળ બનાવવા અમુક સ્થાનિકોએ પણ આર્થીક લાલચથી કે અન્ય કોઈ કારણસર આતંકવાદીઓને સાથ અપીયો હોય તેવી શક્યતા નકારી શકાય નહિ. પણ આ નાની લાલચે કદાચ ત્યાના સામાન્ય સ્થાનિકોને લાંબી આર્થીક મુશ્કેલીમાં ધકેલી આપ્યા છે તે ચોક્કસ છે. આ ઘટનાને પગલે આ વિસ્તારની હોટેલ, પરિવહન સેવા સાથે જોડાયેલ ધંધાર્થીઓ, હસ્તકળા અને અન્ય ચીજવસ્તુના વેપાર સાથે જોડાયેલ વેપારીઓ અને આ ધંધા સાથે જોડાયેલ રોજગારો લગભગ સ્થગિત સ્થિતિમાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ આજે પણ પહલગામના લોકો પહેલા જેવી રોનક પ્રવાસનમાં ક્યારેય આવશે કે કેમેં તેની ચિંતા કરી રહ્યા છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

સંબંધિત સમાચાર

Advertisement
TEST AD - SHOULD SHOW