બેંકિંગ

RBI દ્વારા PayTM નું બેંક લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યું!!

Bhavya D. Popat April 25, 2026 • 5 min read
શેર કરો:
0:00
AUDIO

RBI દ્વારા વિધિવત રીતે પેમેન્ટ બેંક બંધ કરાવવા હાઇકોર્ટમાં જવાનું રહેશે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ અધિકૃત રીતે Paytm પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ કર્યું છે. દેશની કેન્દ્રીય નાણાકીય સત્તા રિસર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ નિર્ણાયક કાર્યવાહી ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર નિયમનકારી હસ્તક્ષેપનો સંકેત આપે છે. RBI દ્વારા ૨૪ એપ્રિલના તાત્કાલિક અસરથી કંપનીને પેમેન્ટ બેંક તરીકેના તમામ કર્યો બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. બેન્કિંગ રેગ્યુંલેશન એક્ટની કલમ ૨૨(૪) મા આપવામાં આવેલ સત્તાનો ઉપયોગ કરી RBI એ આ રોક મુકવામાં આવી છે. RBI ના આ રોક પછી PayTM હવે પેમેન્ટ બેંક તરીકેના કોઈ કર્યો કરી શકશે નહિ. RBI એ જણાવ્યું છે કે હવે તેઓ હાઇકોર્ટમાં બેંકનું લાઇસન્સ રદ્દ કરવા જરૂરી વિધિ કરશે. RBI એ લોકોને રાહત મળે તેવી જાહેરાત કરતા જણાવ્યું હતું કે કંપની પાસે પોતાના વિવિધ ડીપોઝીટર્સને રકમ ચૂકવી શકે તેટલી તરલ મૂડી છે જ. PayTm દ્વારા વિવિધ નિયમોનું ઉલન્ન્ઘ્ન અને ખાતા ધારકોના હિત વિરુદ્ધની કામગીરી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. RBI દ્વારા અગાઉ ૧૧ માર્ચ ૨૦૨૨ ના રોજ કંપનીને નવા કસ્ટમર બેન્કિંગ બાબતે જોડવા માટે રોક લગાવી દીધી હતી. ત્યારબાદ ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ અને ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજથી નવી ડીપોઝીટ, ટોપ અપ કે કોઈ પણ રીતે જમા રકમ લેવા પર રોક લગાવવામાં આવી હતી. હવે આ પગલામાં આગળ વધતા પેમેન્ટ બેંક લાઇસન્સ રદ્દ કરવા હવે RBI દ્વારા કાયદાકીય વિધિ કરવામાં આવશે.

ગ્રાહકો માટે શું પડી શકે છે તકલીફ??

નિષ્ણાંતો માને છે PayTM ના ગ્રાહકો માટે આ બેન્કિંગ લાઇસન્સ રદ્દ થવાનો આદેશ તેઓના રોજ બરોજના વ્યવહારોને થોડા પ્રભાવિત કરી શકે છે. પરંતુ આનો અર્થ એ નથી કે ગ્રાહકોની રકમ ઉપર કોઈ જોખમ છે. ગ્રાહકો કંપની પાસેથી નિયત સમયમાં અને મર્યાદામાં રકમ ઉપાડી શકે છે. સીધી રીતે PayTM વોલેટ દ્વારા થતા પેમેન્ટમાં થોડી મુશ્કેલી ગ્રાહકો ભોગવી શકે છે. ગ્રાહકોની જે તે બેંકમાં રહેલ રકમની PayTM UPI મારફત થતી ચુકવણી માં કોઈ અસર થાય નહિ એ સમજવું ખુબ જરૂરી છે. હા હવે ગ્રાહકોની રકમ વોલેટમાં જમા રાખવાની સગવડ ગ્રાહકોને મળી શકશે નહિ. PayTM UPI અને PayTM Mall ની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

રોકાણકારો માટે તકલીફ:

PayTM માં રોકાણ કરનાર લાખો રોકાણકારોને કદાચ આ નિર્ણયથી મોટું નુકસાન થઇ શકે છે. RBI ની ઘોષનાના કારણે સોમવારે જયારે શેર માર્કેટ ખુલે ત્યારે જબરદસ્ત નુકસાની નકારી શકાય નહિ. RBI ના આ કડક વલણના કારણે PayTM ઉપરાંત અન્ય કંપનીઓના વેલ્યુએશનને પણ નુકસાન થઇ શકે છે.


RBI ની આ કડક કાર્યવાહી સામે કંપની તરફથી શું વલણ અપનાવવામાં આવે છે તેના ઉપર લોકોની નજર રહેશે. ફાઈનાનશિયલ સ્ટાર્ટ અપ માટે આ પ્રકારની નિયમનકારી આદેશ ખુબ ઊંડી અસર કરી શકે છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW