રાજદ્વારી પ્રયાસો ચાલુ હોવાથી યુદ્ધના અંતની આશા હજુ જીવંત
ઈરાન અને અમેરિકાના યુદ્ધને લગતી વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અંગે આંતરરાષ્ટ્રીય સંવાદ ચાલુ છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણાયક સમજૂતી થઈ નથી તે અંગે ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય મીડિયામાં ખુલાસો કરવામાં આવ્યો છે. તેહરાનના સત્તાવાર નિવેદનો સૂચવે છે કે જ્યારે રાજદ્વારી ચેનલો સક્રિય રીતે યુદ્ધ અટકાવવા પ્રયાસો કરી રહી છે તે અંગે પણ પુષ્ટિ કરી હતી.
ઈરાન સરકારે ચાલુ રાજદ્વારી જોડાણ માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. હાલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ્ બંધ રહેતા ભારત સહીત વિશ્વના અનેક દેશો માટે આર્થીક અને સામાજિક મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. સમગ્ર વિશ્વ આ યુદ્ધ જલ્દી બંધ થાય તેવી પ્રાર્થના કરી રહ્યો છે. અમેરિકા અને ઈરાન દ્વારા સતત આ યુદ્ધ અટકાવવા મુદ્દે અલગ અલગ પ્રસ્તાવો આપવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ હાલ યુદ્ધમાં થયેલ ખર્ચને પહોચી વળવા ઈરાનને કેવી રીતે આર્થીક વળતર મળી શકે તે બાબત સૌથી વધુ વિક્ષેપનું કારણ બની રહી છે. ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર પોતાનો અધિકાર ગણાવી ત્યાંથી પસાર થતી શીપ પર વેરો લાદવા માંગે છે જે અમેરિકા ઉપરાંત વિશ્વના દેશોને મંજુર નથી. આ સિવાય ઈરાનના યુદ્ધમાં થયેલ નુકસાનીનું વળતર કેવી રીતે કરી શકાય તે બાબતે કોઈ અન્ય સ્પષ્ટ વિકલ્પ નથી. આ આર્થીક પાસા ઉપરાંત ઈઝરાયેલના લેબનાનમાં થતા હુમલા પણ સમજુતી વચ્ચે વિક્ષેપ ઉભો કરી રહ્યા છે. હાલ તો સમગ્ર વિશ્વની મીટ ઈરાન અમેરિકાની રાજદ્વારી ચર્ચાઓ ઉપર મંડાયેલી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ વાર્તાલાપોમાં બન્ને પક્ષે પોતાના સબંધોનો ઉપયોગ કરી મધ્યસ્થી કરી શકે છે તેમ ઘણા આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો માની રહ્યા છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.