ઉનાના મુખ્ય રસ્તાના નિર્માણના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રસ્તાની કરી છે વ્યવસ્થા
ત્રિકોણ બાગથી ટાવર ચોક સુધીનો ઉનાના મુખ્ય રસ્તો હાલ નિર્માણઅધીન છે. આ રસ્તાની કામગીરીને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માધવ બાગ, આનંદવાટિકાથી ઘનશ્યામ લોજ, પાંજરાપોળ થઇ રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વૈકલ્પિક વ્યવસ્થા હોવા છતાં હાલ ઉનામાં અભૂતપૂર્વ ટ્રાફિક જામના દ્રશ્યો સતત જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જયારે લક્ઝરી બસો ઉનામાંથી પસાર થાય કે મોટા ટ્રકો ઉનાના રસ્તામાંથી પસાર થાય ત્યારે મોટો ટ્રાફિક જામ થઇ રહ્યો હોવાની માહિતી મળી રહી છે. એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પણ આ ટ્રાફિક જામોમાં ફસાવવાથી મુશ્કેલી વધુ ગંભીર બની જતી હોય છે. આ રસ્તાની કામગીરી આગામી દિવસોમાં હજુ ચાલુ રહેશે. આ દરમ્યાન ટ્રાફિકની સમસ્યા ઓછી રહે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટાફને આ રસ્તાઓ પર રહી ટ્રાફિક સંચાલન કરવા સુચના આપવામાં આવી છે. નિર્માણ સાથે જોડાયેલ સમસ્યાને પ્રસવ પીડા ગણી અને સ્વીકારી લોકોએ હાલ આ તકલીફ ભોગવે જ પાર છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.