ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના-મોટા કુલ-૦૫ ટાપુઓ/રોક(ખડક) આવેલા છે. જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને જિલ્લાની સુરક્ષા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વાય.પી.જોષી દ્વારા માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય એવા ટાપુઓ/રોક(ખડક) પર પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામાં અનુસાર જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીમર ભેંસલા આઈલેન્ડ, સીમર ભેસલા રોક, સરખડી વિસ્તારમાં રોક, સૈયદ રાજપરા રોક, માઢવાડ ભેસલા ટાપુઓ/રોક(ખડક) ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહીં કે ઘૂસણખોરી કરવા તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવુ કોઈ કૃત્ય કરવાં પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં છે. આ જાહેરનામુ તા.૨૬/૦૫/૨૦૨૬થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાયસંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ તથા ઘુસણખોરીની શક્યતાઓ અંગે માહિતી મળતા કલેકટર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.
શહેરના અપડેટ્સ
ગીર સોમનાથ જિલ્લાનાં માનવ વસાહત વિનાનાં ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી પર પ્રતિબંધ અંગે જાહેરનામું
શેર કરો:
Comments
તમારો પ્રતિભાવ આપો
MAMDANI MAMADJAVID
24 May, 2026