પૂર્વ પ્રમુખ ચંદુભાઈ કોટેચાએ મુખ્યમંત્રીને કરી રજૂઆત; લોકોને ઝડપથી ન્યાય મળે તે માટે અલગ અધિકારીની માંગ
નવભારત મિરર | ઊના, તા. 1 જુલાઈ
ગીર-સોમનાથ જિલ્લામાં ચેરિટી કમિશ્નરની કચેરીમાં કાયમી ધોરણે અધિકારીની નિમણૂક કરવાની માંગ સાથે ભાજપના પૂર્વ પ્રમુખ અને સામાજિક કાર્યકર ચંદુભાઈ પોપટલાલ કોટેચા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ગીર-સોમનાથ જિલ્લામાં ચેરિટી કમિશ્નરની ઓફિસ છેલ્લા ઘણા સમયથી માત્ર અઠવાડિયામાં બે દિવસ કાર્યરત રહે છે. બાકીના દિવસોમાં અધિકારી અન્ય જિલ્લાના ચાર્જ સંભાળતા હોવાથી સ્થાનિક અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ચંદુભાઈ કોટેચાએ રજૂઆતમાં જણાવ્યું છે કે ટ્રસ્ટો, જાહેર ધાર્મિક સંસ્થાઓ તથા અન્ય જાહેર ચેરિટેબલ સંસ્થાઓને લગતા વિવિધ કામો માટે અરજદારોને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડે છે. કચેરી મર્યાદિત દિવસો સુધી કાર્યરત હોવાના કારણે અરજીઓના નિકાલમાં વિલંબ થાય છે, જેના કારણે લોકોનો સમય અને ખર્ચ બંને વધે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ગીર-સોમનાથ જિલ્લો ધાર્મિક અને સામાજિક રીતે મહત્વનો જિલ્લો છે. જિલ્લામાં મોટી સંખ્યામાં જાહેર ટ્રસ્ટો કાર્યરત હોવાથી ચેરિટી કમિશ્નરની કામગીરીનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. આવી સ્થિતિમાં માત્ર ચાર્જ સંભાળતા અધિકારીથી અસરકારક કામગીરી શક્ય બનતી નથી. આથી મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં ગીર-સોમનાથ જિલ્લામાં કાયમી ધોરણે ચેરિટી કમિશ્નરની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે, જેથી અરજદારોના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય, ટ્રસ્ટોને જરૂરી વહીવટી સેવાઓ સમયસર મળી રહે અને લોકોને વારંવાર કચેરીના ધક્કા ખાવા ન પડે.
ચંદુભાઈ કોટેચાએ રાજ્ય સરકારને આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ ગીર-સોમનાથ જિલ્લાના હિતમાં કાયમી અધિકારીની નિમણૂક કરવા અનુરોધ કર્યો છે. સ્થાનિક ટ્રસ્ટ સંચાલકો અને સામાજિક સંસ્થાઓએ પણ આ માંગને વાજબી ગણાવી સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે.
ચંદુભાઈ કોટેચાએ રાજ્ય સરકારને આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ ગીર-સોમનાથ જિલ્લાના હિતમાં કાયમી અધિકારીની નિમણૂક કરવા અનુરોધ કર્યો છે.
સ્થાનિક ટ્રસ્ટ સંચાલકો અને સામાજિક સંસ્થાઓએ પણ આ માંગને વાજબી ગણાવી સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
Ajit GODBOLE
01 Jul, 2026Charity commissioner ની કાયમી નિમણૂક થવી જોઈએ
Ajit GODBOLE
01 Jul, 2026Charity commissioner ની કાયમી નિમણૂક થવી જોઈએ