સ્ટાર્ટઅપ્સ

પેટન્ટ નોંધણી પ્રક્રિયામાં સુધારા માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાનને રજૂઆત અમદાવાદ

Bhavya D. Popat July 16, 2026 • 3 min read
શેર કરો:
0:00
AUDIO

તા. 16 જુલાઈ, 2026: અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયુષ ગોયલને પત્ર લખી ભારતની પેટન્ટ નોંધણી અને મંજૂરી પ્રક્રિયાની પુનઃ સમીક્ષા કરીને તેને વધુ ઝડપી, સરળ અને અસરકારક બનાવવાની વિનંતી કરી છે. ફાઉન્ડેશને રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં પેટન્ટ અરજીઓમાં ઐતિહાસિક વધારો થયો છે, જે ભારતની વધતી જતી સંશોધન ક્ષમતાનું પ્રતિબિંબ છે. આ માટે કેન્દ્ર સરકારની સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ પ્રશંસનીય છે. તેમ છતાં ચિંતા નો વિષય છે કે, અનેક નવીન શોધો લાંબી મંજૂરી પ્રક્રિયાના કારણે સમયસર બજારમાં પહોંચી શકતી નથી. ખાસ કરીને સ્ટાર્ટઅપ, એમએસએમઈ અને વ્યક્તિગત સંશોધકોને તેની અસર વધુ થાય છે. આ બાબત પર સંસ્થા દ્વારા સરકારને મુખ્ય સૂચનો કરી રજૂઆત કરી છે કે પેટન્ટ મંજૂરી પ્રક્રિયાને સમયબદ્ધ બનાવવી. સ્ટાર્ટઅપ, એમએસએમઈ અને વ્યક્તિગત શોધકર્તાઓ માટે ઝડપી મંજૂરી વ્યવસ્થા અમલમાં મૂકવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત પેટન્ટ પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ થાય અને પારદર્શક રીતે તેનું મોનીટરીંગ થાય તેવી પ્રક્રિયા વિકસાવવી પણ જરૂરી હોવાની વાત પર ભાર મુકવામાં આવ્યો છે. પેટન્ટને માત્ર નોંધણી પૂરતું નહીં રાખી તેના વ્યાવસાયિક ઉપયોગ અને બજારમાં પહોંચ માટે વિશેષ પ્રોત્સાહન ની વ્યવસ્થા ઉભી કરવી પણ જરૂરી હોવાની રજૂઆત સંસ્થા દ્વારા કરવામાં આવી છે. ફાઉન્ડેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે, "પેટન્ટ માત્ર બૌદ્ધિક સંપત્તિ નથી, પરંતુ રાષ્ટ્રની આર્થિક સંપત્તિ છે. દરેક પેટન્ટ એક ઉત્પાદન બને, દરેક ઉત્પાદન રોજગારી અને રાષ્ટ્રીય સમૃદ્ધિનું કારણ બને તે માટે હવે પેટન્ટ વ્યવસ્થામાં આગામી તબક્કાના સુધારાની જરૂર છે." ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ માટે આ સુધારા એક મહત્વનું પગલું બની શકે છે અને ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રે આવનારા દિવસોમાં આ અંગેનો સકારાત્મક નિર્ણય દેશ માટે ઘણો ફાયદાકારક થઇ શકે છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW