ગુનો

દાહોદ ના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામમાં માતા અને બે માસૂમ બાળકીઓના મોતની હૃદયદ્રાવક ઘટના

Bhavya D. Popat July 17, 2026 • 2 min read
શેર કરો:
0:00
AUDIO

દાહોદ ના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામમાં માતા અને બે માસૂમ બાળકીઓના મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ 23 વર્ષીય સુનીતાબેન પપ્પુભાઈ કલારાએ પોતાની બે બાળકીઓ પ્રાચી (3 વર્ષ) અને વંશી (દોઢ વર્ષ) સાથે કુવામાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ઝાલોદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડે કલાકો સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. શરૂઆતમાં સુનીતાબેન અને એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે લાંબી શોધખોળ બાદ બીજી બાળકીનો મૃતદેહ પણ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર અનવરપુરા ગામ સહિત પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માતાએ આ પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. ઝાલોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે. રિપોર્ટર :- નાગેશ્વર સેન દાહોદ

Additional Image

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW