RAF ના જવાનો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચ્યા. એકજ પરિવાર 5 સદસ્યના મોત થતા આખું ગામ માતમ માં ફેરવાયુ. 3 છોકરીયો 1 પુત્ર અને તેની માતાનું મોત :પિતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા. સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામના મજુરી અર્થે પોતાનું પેટીયુ રળવા ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતા હતા તે સમય ભયંકર બ્લાસ્ટ થતાં એક જ પરિવારના પત્ની સહિત ચાર બાળકોના મોત પિતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. અમદાવાદ મ્યુનિસિપાલટી નગરપાલિકાની વાહનો પોલીસ બંદોબસ્ત સાથે મૃતકની લાશ લાવવામાં આવી. સ્થાનિક પોલીસ સહિત મામલતદાર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અમદાવાદની એક ફેક્ટરીમાં થયેલી ભંયકર બ્લાસ્ટથી ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે પરિવારના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટનું કારણ જાણવા પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રિપોર્ટર :- નાગેશ્વર સેન દાહોદ
ગુનો
અમદાવાદ ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ : એક જ પરિવારના 5ના મોત, પિતા સારવાર હેઠળ
શેર કરો:
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.