ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિએશન (GSTBA)ની લૉ કમિટી તથા લોકલ અને આઉટસ્ટેશન રિપ્રેઝન્ટેશન કમિટીની પ્રથમ બેઠક
ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિએશન (GSTBA)ની લૉ કમિટી તથા લોકલ અને આઉટસ્ટેશન રિપ્રેઝન્ટેશન કમિટીની પ્રથમ બેઠક તા. 18 જુલાઈ, 2026 (શનિવાર)ના રોજ બપોરે 2:00 કલાકે અમદાવાદ સ્થિત બહુમાળી બિલ્ડિંગ, લાલદરવાજા ખાતે આવેલી GSTBAની કચેરીમાં યોજાઈ હતી.
બેઠકની અધ્યક્ષતા GSTBAના પ્રમુખ શ્રી દેવકરણ એલ. વાઘાસિયાએ કરી હતી. બેઠકમાં માનદ સચિવ શ્રી નીખિલભાઈ ગાંધી, ખજાનચી શ્રી નિશાંત શાહ, ઉપપ્રમુખ શ્રી રાજીવ ડી. શાહ, પૂર્વ પ્રમુખ શ્રી શાંતિભાઈ ઠક્કર, શ્રી વારિસ ઈસાણી, શ્રી સંજયભાઈ શેઠ, શ્રી કુંતલભાઈ Parikh,સી.એ. પ્રિયમ શાહ તેમજ લૉ કમિટી અને લોકલ તથા આઉટસ્ટેશન રિપ્રેઝન્ટેશન કમિટીના કન્વીનર, સહ-કન્વીનર અને તાજેતરમાં નિયુક્ત થયેલા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન GSTBAના સભ્યો તેમજ ગુજરાતભરની વિવિધ સંલગ્ન ટેક્સ બાર એસોસિએશનો તરફથી પ્રાપ્ત થયેલા સૂચનો, રજૂઆતો તથા વેપારીઓ, ઉદ્યોગકારો અને ટેક્સ પ્રોફેશનલ્સને વર્તમાન સમયમાં પડતી વ્યવહારિક અને કાનૂની સમસ્યાઓ અંગે અત્યંત વિગતવાર અને રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
ચર્ચામાં મુખ્યત્વે નીચેના અગત્યના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી:
- સેટલ થયેલા કેસોમાં કલમ-74નો અયોગ્ય ઉપયોગ અટકાવવો.
- નવા GST રજિસ્ટ્રેશન માટે CPC ક્વેરી અને ફિઝિકલ વેરિફિકેશન પ્રક્રિયાને સરળ બનાવવી.
- સમગ્ર ગુજરાતમાં નોંધાયેલ ટપાલ દ્વારા નોટિસોની એકરૂપ જારી કરવાની વ્યવસ્થા.
- CGST ઓડિટનું વિકેન્દ્રીકરણ કરીને વેપારીઓનો સમય, ખર્ચ અને મુસાફરીનો બોજ ઘટાડવો.
- સામાન્ય પ્રક્રિયાગત વિલંબ માટે બેંક ખાતાં અને ડીમેટ ખાતાં પર થતી અતિશય અટેચમેન્ટ જેવી કાર્યવાહી અટકાવવી.
- બેંક ખાતા અટેચ કરતા પહેલાં ફરજિયાત પૂર્વ જાણ કરવાની વ્યવસ્થા.
- પેન્ડિંગ SGST ચેકપોસ્ટ ઓર્ડર્સનું ડિજિટાઇઝેશન અને પોર્ટલ પર અપલોડ.
- સમયમર્યાદા પૂર્ણ થયેલા VAT/CST કેસોમાં વસૂલાત અને બેંક અટેચમેન્ટ જેવી કાર્યવાહી બંધ કરવી.
- પેટ્રોલિયમ ઉત્પાદનો માટે VAT રજિસ્ટ્રેશન પ્રક્રિયાને ઝડપી બનાવવી.
- SGST કચેરીઓમાં કરદાતા મૈત્રીપૂર્ણ અને પારદર્શક વહીવટી વ્યવસ્થા વિકસાવવી.
- GST અપીલોમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું કડક પાલન સુનિશ્ચિત કરવું.
- ગુજરાત VAT ટ્રિબ્યુનલમાં નિયમિત પ્રમુખની તાત્કાલિક નિમણૂક કરવી.
- પેન્ડિંગ VAT માંગણીઓ માટે વન-ટાઈમ સેટલમેન્ટ (Amnesty) યોજના અમલમાં મૂકવી.
- GST પોર્ટલ પર રેક્ટિફિકેશન માટે SOP અને સમયમર્યાદા નક્કી કરવી.
- વિલંબિત GST અપીલો માટે કન્ડોનેશન યોજના અમલમાં મૂકવી.
- GSTR-9, GSTR-9C તથા ITC-04 સંબંધિત પ્રક્રિયાઓનું સરળીકરણ કરવું.
- * GSTN પોર્ટલની ટેક્નિકલ ખામીઓ દૂર કરી કરદાતા હિતલક્ષી સુધારાઓ અમલમાં મૂકવા.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.