શહેરના અપડેટ્સ

રોટરી ક્લબ ઓફ ઉનાની કરવામાં આવી સ્થાપના: સમાજસેવાની નવી શક્યતાઓની થઇ શકે છે શરૂઆત

Bhavya D. Popat July 23, 2026 • 4 min read
શેર કરો:
0:00
AUDIO

સ્વાસ્થ્ય, શિક્ષણ અને પર્યાવરણની જાગરૂકતા બાબતે કરવામાં આવશે કાર્યો

ઉના શહેર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ જ્યારે વિશ્વભરમાં જાણીતી સંસ્થા રોટરી ક્લબની ઉના શાખા રોટરી ક્લબ ઓફ ઉનાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન ફ્લેમિંગો ક્લબ એન્ડ રિસોર્ટ, દીવ નજીક કરવામાં આવ્યું હતું. સમાજસેવા, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે સેવા આપવાના ઉદ્દેશ સાથે રચાયેલ આ નવા ક્લબને રોટરી ક્લબ ઓફ જૂનાગઢ તથા રોટરી ક્લબ ઓફ વેરાવળ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે.

સમારોહ દરમિયાન ભવ્ય પોપટે રોટરી ક્લબ ઓફ ઉનાના ચાર્ટર પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યો હતો, જ્યારે મીનાક્ષીબેન ધોળકિયાએ ચાર્ટર સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળી હતી. ઉપરાંત ધર્મેન્દ્રભાઈ જોષીને વાઈસ પ્રેસિડેન્ટ, નિલેશભાઈ ડાભીને ટ્રેઝરર તેમજ ડૉ. આશિષ વકીલને ચાર્ટર મેમ્બરશિપ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રોટરી ક્લબ ઓફ ઉનાના ચાર્ટર બોર્ડમાં વિક્રમભાઈ જોષી, ડૉ. દીપક પરમાર, ધવલભાઈ મહેતા, જવાહરભાઈ ગાંધી, હરેશભાઈ ટીલવાણી, રાજેન્દ્રભાઈ કનાબાર, ભાવિકભાઈ ઠક્કર, કમલેશભાઈ ચંદાણી, કૌશિકભાઈ ગાંગદેવ, કૌશલભાઈ પારેખ, કિશનભાઈ કલસારિયા, ડૉ. રસિક વાઘાસિયા, ડૉ. ભાર્ગવ ચાવડા, ડૉ. ચિંતન ધોળકિયા, ડૉ. હારેશ દાફડાનો સમાવેશ થાય છે.

આ સમારોહમાં ઇમિડિયેટ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટે ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે તમામ સભ્યોને શપથવિધિ કરાવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ નવા હોદ્દેદારો અને બોર્ડના સભ્યોએ રોટરીના સિદ્ધાંતોને અનુસરતાં નિષ્ઠાપૂર્વક સમાજસેવા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મહાદેવસિંહ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રોટરી ક્લબ ઓફ ઉનાના માનદ સભ્ય (Honorary Member) બનવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, "ઉના જેવા વિકસતા વિસ્તારમાં રોટરી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની સ્થાપના અત્યંત આનંદની બાબત છે. રોટરી જેવી સેવાભાવી સંસ્થાઓ વહીવટી તંત્રને સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં મહત્વપૂર્ણ સહયોગ આપી શકે છે. સમાજ અને તંત્ર વચ્ચે સેતુરૂપ બની આવી સંસ્થાઓ અનેક સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. "સમારોહમાં સરપંચ પ્રતિનિધિ રફીકભાઈ સુમરા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં રોટરી જગતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિએ પ્રસંગને વિશેષ ગૌરવ અપાવ્યું હતું જેમાં તેમાં રોટરી ક્લબ ઓફ વેરાવળના સભ્ય અને પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર ગિરીશભાઈ ઠક્કર, રોટરી ક્લબ ઓફ જૂનાગઢના ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ હેમાંગભાઈ શાહ, વર્તમાન પ્રેસિડેન્ટ દીપકભાઈ મૂલચંદાની, રોટરી ક્લબ ઓફ વેરાવળના પાસ્ટ પ્રેસિડેન્ટ ડૉ. ગોંડસે સહિત અનેક રોટરી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટરી ક્લબ ઓફ જુનાગઢના સેક્રેટરી ડો નીલેશ કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ચાર્ટર પ્રેસીડન્ટ દ્વારા લોકોને રોટરી ક્લબ ઓફ ઉનામાં જોડવા આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. આ માટે સંસ્થાના ઉપરોક્ત કોઈ પણ સભ્યોનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW