જીએસટી કાયદો

ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બારના હોદ્દેદારોની સ્ટેટ જી.એસ.ટી. ના ઉચ્ચ અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત

Bhavya D. Popat July 28, 2026 • 3 min read
શેર કરો:
0:00
AUDIO

તા. ૨૮.૦૭.૨૦૨૬:ધી ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા વર્ષ 2026-27 ના હોદ્દેદારો પ્રમુખ શ્રી દેવકરણભાઈ વઘાસિયા, ઉપપ્રમુખ શ્રી રાજીવ શાહ, મંત્રી શ્રી નિખિલ ગાંધી, ટ્રેઝરર શ્રી નિશાંત શાહએ રાજ્ય વેરા મુખ્ય, સ્પેશિયલ તેમજ વહીવટી કમિશનરની શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન જીએસટીને લગતા ગ્રીવિયન્સ પ્રશ્નો ના નિરાકરણ તાત્કાલિક થાય તે અંગે ગ્રીવિયન્સ મીટીંગ તાત્કાલિક યોજવા રજૂઆત કરેલ હતી. વેપારીને પડતા મુશ્કેલ પ્રશ્નો ના નિવારણ અંગે જીએસટી ને લગતા પ્રશ્નોનું રીપ્રેઝન્ટેશન ટૂંક સમયમાં તેઓને મોકલી આપીશું તેવું જણાવવામાં આવ્યું હતું. વેપારીઓને પડતી મુશ્કેલી નિવારવા દ્વારા જીએસટી કાઉન્સિલ તેમજ સેન્ટ્રલ ફાઇનાન્સ વિભાગમાં યોગ્ય ભલામણ કરવા રજૂઆત કરવામાં આવેલ છે. રાજ્યના વેટ કાયદા અન્વયે પડતર બાકી વસુલાત તેમજ વિવાદના કેસો નો તાત્કાલિક નિકાલ અંગે મહારાષ્ટ્ર, કેરાલા તથા અન્ય રાજ્યોની વેરા સમાધાન યોજનાઓ જેવી બહોળા વર્ગ લાભ મેળવી શકે તેવી સરળ તેમજ સુગમ વેરા સમાધાન યોજના લાવવા ભલામણ કરવા જણાવેલ છે. જીએસટીમાં હાલ વહીવટ માં પડતી મુશ્કેલીઓ ના નવા નોંધણી નંબર તથા નંબર રદ એપ્લિકેશન તથા રિફંડ તેમજ બેંક ખાતા ટાંચ અંગે કાયદાકીય વહીવટી રાહે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવેલ હતી. આ રજુઆતો ધ્યાને લઇ ઘટતું કરવા સકારાત્મક પ્રતિસાદ રાજ્ય કરવેરાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંસ્થાને આપવામાં આવ્યો હતો.

Additional Image

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW