જીએસટી કાયદો

વેપારીઓ જોઈ રહ્યા છે વાર્ષિક રીટર્નની રાહ!!

Bhavya D. Popat September 15, 2026 • 9 min read
શેર કરો:
0:00
AUDIO

GSTR-9ની રાહ કેમ? વાર્ષિક રિટર્ન માટે પોર્ટલ વહેલું ખોલવાની જરૂર 31 ડિસેમ્બરની અંતિમ તારીખ સામે હજુ સુધી રિટર્ન શરૂ ન થતાં કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સમાં પ્રશ્નો
જી.એસ.ટી. કાયદા હેઠળ ૨ કરોડથી વધુ ટર્નોવર ધરાવતા કરદાતા માટે વાર્ષિક રીટર્ન ભરવાનું ફરજીયાત રહેતું હોય છે. આ ઉપરાંત વર્ષ દરમ્યાન જી.એસ.ટી.આર. ૧ તથા જી.એસ.ટી.આર. ૩B માં કોઈ ફેરફારો કરવામાં આવ્યા હોય તો પણ કરદાતા માટે વાર્ષિક રીટર્ન ભરવું જરૂરી બની જતું હોય છે. 1 એપ્રિલથી જ પ્રક્રિયા શરૂ થાય તો આખા વર્ષનું પાલન વધુ સરળ બની શકે છે. કાયદા મુજબ નાણાકીય વર્ષ પૂરું થયા બાદ આવતા નાણાકીય વર્ષની 31 ડિસેમ્બર સુધી Annual Return ભરવાની હોય છે. એટલે કે Financial Year 2025-26 માટે GSTR-9ની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2026 છે. પરંતુ અહીં એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે—જો વર્ષ 31 માર્ચે પૂરું થઈ ગયું હોય, તો Annual Return માટેની પ્રક્રિયા 1 એપ્રિલથી જ કેમ શરૂ ન થઈ શકે? આ પ્રશ્ન માત્ર ટેક્સ પ્રોફેશનલ્સનો નથી. તે સમગ્ર GST compliance frameworkની કાર્યક્ષમતા સાથે જોડાયેલો પ્રશ્ન છે.તો પછી 1 એપ્રિલથી શરૂઆત કરવામાં વાંધો શું છે? અહીંથી જ મૂળ પ્રશ્ન ઊભો થાય છે. 31 માર્ચે નાણાકીય વર્ષ પૂર્ણ થાય છે. ત્યારબાદ એપ્રિલના પ્રથમ દિવસથી જ વેપારીઓ, ઉદ્યોગો, કંપનીઓ, Chartered Accountants અને tax professionals પાસે પાછલા વર્ષના હિસાબો પૂર્ણ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. કંપનીઓ માટે statutory audit, tax audit, financial statements, income-tax related compliance અને GST reconciliation જેવી અનેક પ્રક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. જો GSTR-9નું framework અને filing utility 1 એપ્રિલથી ઉપલબ્ધ હોય, તો જે વ્યવસાયના books અને audit work વહેલા પૂર્ણ થઈ જાય તે વ્યવસાય વર્ષના અંતિમ દિવસ સુધી રાહ જોયા વગર Annual Return ફાઇલ કરી શકે. આથી 31 ડિસેમ્બર માત્ર maximum statutory deadline બની રહે અને default working deadline નહીં.
આજે શું થાય છે?
વ્યવહારિક રીતે Annual Returnની પ્રક્રિયા શરૂ કરવા માટે GST portal પર utility ઉપલબ્ધ થવાની રાહ જોવી પડે છે. અગાઉના વર્ષ માટે પણ GSTNએ GSTR-9/9C utility ઓક્ટોબર મહિનામાં ઉપલબ્ધ કરાવી હતી; ઉદાહરણ તરીકે FY 2024-25 માટે GSTR-9/9C portal પર 12 ઓક્ટોબર, 2025થી enabled કરવામાં આવ્યું હતું. પરિણામે, 1 એપ્રિલથી જ accounts finalisationનું કામ શરૂ કરી શકનાર કરદાતાને પણ Annual Returnની filing માટે portal availabilityની રાહ જોવી પડે છે.
જી.એસ.ટીઆર. ૯ વહેલું શરુ કરવાના ફાયદા:
  • જે accounts વહેલા પૂર્ણ થાય, ઇન્કમ ટેક્સ ઓડીટ વહેલા થઇ જાય તેવા કેસમાં તરત GSTR-9 તૈયાર થઈ શકે;
  • GST data અને books વચ્ચેના mismatch વહેલા શોધી શકાય અને આગામી GSTR ૧/3B માં સુધારી શકાય છે.
  • ITC સંબંધિત discrepancies અંગે સમયસર નિર્ણય લઈ શકાય અને જરૂર જણાય ત્યાં સુધારા કરી શકાય છે.
  • Turnover અને tax liabilityના differencesનું reconciliation વહેલું થઈ શકે;
  • GSTR-9C લાગુ પડતી સંસ્થાઓને વધારાનો સમય મળી શકે;
  • છેલ્લી ઘડીએ filing errors થવાની શક્યતા ઘટી શકે;
  • સૌથી મહત્વપૂર્ણ, 31 ડિસેમ્બરનું ટેક્સ પ્રોફેશનલ્સ ઉપર પણ pressure ઓછું થઈ શકે.
Income-tax audit સાથે પણ સીધી કડી વ્યવસાયિક દૃષ્ટિએ જોવામાં આવે તો GST Annual Return અને financial statements અલગ દુનિયાની બાબતો નથી. GSTR-9માં દર્શાવવામાં આવતા turnover, tax liability, ITC વગેરેને અંતે books of accounts અને financial statements સાથે reconcile કરવા પડે છે. ખાસ કરીને જ્યાં GSTR-9C લાગુ પડે છે ત્યાં આ reconciliationનું મહત્વ વધુ વધી જાય છે. વર્તમાન નિયમો મુજબ ₹5 કરોડથી વધુ aggregate turnover ધરાવતા કરદાતાઓ માટે GSTR-9C સંબંધિત compliance લાગુ પડે છે. આથી જો Income-tax audit અથવા financial statements તૈયાર થયા બાદ taxpayer પાસે GSTR-9ની filing facility ઉપલબ્ધ હોય, તો તે એક જ compliance exerciseમાંથી બેવડો લાભ લઈ શકે. કરદાતાને
31 ડિસેમ્બર સુધી રાહ શા માટે જોવડાવવી?
અહીં કોઈ એક પક્ષને દોષ આપવાનો પ્રશ્ન નથી. GSTN માટે Annual Returnની utility તૈયાર કરવી, નવા ફેરફારોને systemમાં સામેલ કરવા અને auto-populated dataની accuracy સુનિશ્ચિત કરવી જરૂરી છે. પરંતુ બીજી તરફ taxpayer માટે પણ એક સરળ અને તાર્કિક compliance calendar હોવું જોઈએ. જો Annual Return 31 ડિસેમ્બરે ભરવાનું છે, તો તેનો અર્થ એ નથી કે તે 31 ડિસેમ્બર પહેલાં ઉપલબ્ધ જ ન હોવી જોઈએ!! સરકાર અને GSTN જો Annual Return માટેનું form, utility અને જરૂરી system architecture પહેલેથી તૈયાર રાખે અને 1 એપ્રિલથી filing શરૂ કરવાની વ્યવસ્થા કરે, તો complianceની ગુણવત્તામાં વધારો થઈ શકે. આ માત્ર ટેક્સ પ્રોફેશનલ્સની સુવિધાનો પ્રશ્ન નથી કેટલાક લોકો કહી શકે કે “31 ડિસેમ્બર સુધી સમય છે, તો ઉતાવળ શા માટે?” પરંતુ વહેલી filingની માંગ પાછળ માત્ર convenience નથી. તે better compliance, better reconciliation અને better tax administrationનો મુદ્દો છે. વહેલી filingથી જો કોઈ mismatch બહાર આવે તો taxpayer પાસે તેને સમજવા, જરૂરી હોય તો આગામી returnsમાં કાયદેસર રીતે સુધારો કરવા અને પોતાની tax position સ્પષ્ટ કરવા પૂરતો સમય રહે છે. આ બાબતે વાત કરતા જેતપુરના જાણીતા એડવોકેટ લલીતભાઈ ગણાત્રા જણાવે છે કે "કોઈ પણ કરદાતા પાછલા વર્ષના સુધારાઓ પછીના વર્ષની તારીખ ૩૦ નવેમ્બર સુધી કરી શકે છે. ઉપલબ્ધ માહિતી મુજબ ગત વર્ષ એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેના વાર્ષિક રીટર્નની શરૂવાત ૧૨ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ હતી. ધારોકે કોઈ કરદાતાને ધ્યાને આવે કે પોતાના પાછલા નાણાકીય વર્ષના B2C ના વેચાણની રકમમાં ભૂલ છે, તો તીઓની પાસે આ તક સુધારવાની તક મહદ્દ અંશે રહેતી નથી. આનું કારણ એ છે કે કોઈ કરદાતા QRMP (ત્રિમાસિક) સ્કીમમાં હોય તેઓના Q-૨ ના GSTR-૧ ભરવાની મુદત ૧૩ ઓક્ટોબર હોય છે. જો GSTR ૯ સમયસર શરુ કરી આપવામાં આવે તો કરદાતાને ઘણી ટેકનીકલ ભૂલોમાંથી બચાવનો મોકો રહે છે." GSTR ૯ તથા 9C સત્વરે શરુ કરવામાં આવે તેવી માંગ ટેક્સ પેયર્સ તથા ટેક્સ પ્રોફેશનલ્સમાં ઉઠી રહી છે.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW