“Timeless Gujarat, Countless Experiences”ના સંદેશ સાથે ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ
ગાંધીનગર, 27 સપ્ટેમ્બર 2026: વિશ્વ પ્રવાસન દિવસ 2026ની ઉજવણીના અવસરે ગાંધીનગરના GIFT City Club ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સાથે ‘Gujarat Tourism Year’નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમની મુખ્ય થીમ “Timeless Gujarat, Countless Experiences” રહી હતી.ગુજરાતની ઐતિહાસિક ધરોહર, સાંસ્કૃતિક વૈવિધ્ય, કુદરતી સૌંદર્ય, આધ્યાત્મિક સ્થળો, વન્યજીવન અને આધુનિક પ્રવાસન સુવિધાઓને દેશ-વિદેશના પ્રવાસીઓ સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આ વિશેષ વર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ તથા માર્ગદર્શન સભર રહી હતી.આ ઉપરાંત કાર્યક્રમના આમંત્રણમાં પ્રવાસન વિભાગના સચિવ ડૉ. કુલદીપ આર્યા, IAS દ્વારા પણ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું.
ગુજરાતની વૈવિધ્યસભર પ્રવાસન ઓળખ
‘Gujarat Tourism Year’ દરમિયાન ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળો અને અનુભવોને વધુ વ્યાપક રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.ગુજરાત પાસે ઐતિહાસિક વારસાથી લઈને આધુનિક પ્રવાસન સ્થળો સુધીની વિશાળ વિવિધતા છે.અમદાવાદનું ઐતિહાસિક શહેર, ધોળાવીરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીરનું એશિયાટિક સિંહ અભયારણ્ય, કચ્છનું રણ, સોમનાથ-દ્વારકા જેવા ધાર્મિક સ્થળો, દરિયાકાંઠાના વિસ્તારો તથા સાપુતારા જેવા પ્રાકૃતિક સ્થળો ગુજરાતના પ્રવાસન વૈવિધ્યને રજૂ કરે છે.ગુજરાતના અમદાવાદ અને ધોળાવીરા UNESCO World Heritage inscriptions ધરાવે છે.
ગુજરાત માટે પ્રવાસનનું નવું વર્ષ
‘Gujarat Tourism Year’ની શરૂઆત વિશ્વ પ્રવાસન દિવસના અવસરે
‘Gujarat Tourism Year’ની શરૂઆત વિશ્વ પ્રવાસન દિવસના અવસરે થવી એ ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે વિશેષ મહત્વ ધરાવે છે.પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાવેલ એજન્સી, ટ્રાન્સપોર્ટ, ગાઈડ, હસ્તકલા અને સ્થાનિક ઉદ્યોગો માટે પણ પ્રવાસનના વિસ્તરણ સાથે નવી તકો ઊભી થઈ શકે છે.વિશ્વ પ્રવાસન દિવસ 27 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે અને 2026માં ગુજરાતે આ દિવસને પોતાના પ્રવાસન ક્ષેત્ર માટે વિશેષ વર્ષના પ્રારંભ સાથે જોડ્યો છે.તાજેતરના જાહેર સંદેશાઓમાં પણ ગુજરાતના પ્રવાસન વિકાસ સાથે સ્થાનિક રોજગારી અને ટકાઉ પ્રવાસન પર ભાર મૂકવામાં આવ્યો છે.
‘Timeless Gujarat, Countless Experiences’
‘Timeless Gujarat, Countless Experiences’ — આ સંદેશ સાથે ગુજરાત ટુરિઝમ યરનો પ્રારંભ રાજ્યના પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ, નવા અનુભવો અને નવી તકો તરફ આગળ લઈ જવાના પ્રયાસ તરીકે નોંધાયો. આ તકે ગુજરાતમાં વિકાસ થતા નવા સ્થળો વિષે પણ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી જેમાં ધોળાવીરા, ધરોઈ ડેમ, નળસરોવર, શિવરાજપુર બીચ નો સમાવેશ થાય છે.
પ્રવાસન માત્ર સ્થળોની મુલાકાત નહીં, એક અનુભવ: હર્ષ સંઘવીએ પ્રવાસનના વિકાસને સ્વચ્છતા સાથે જોડી સ્વચ્છતાની મહત્વતા ઉપર મુક્યો ભાર
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ પ્રસંગે બોલતા જણાવ્યું હતું કે પ્રવાસનના વિકાસ સાથે સ્વચ્છતાની જરૂરિયાત ઉપર પણ ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ટુરીઝમના વિકાસ માટે પોતાના પ્રયત્નો કરી જ રહી છે પરંતુ તમામ "સ્ટેક હોલ્ડર્સ" દ્વારા જયારે ગુજરાતના સમગ્ર ટુરીઝમના વિકાસ માટે પ્રયત્ન કરવામાં આવશે ત્યારે ખરા અર્થમાં ગુજરાત ટુરીઝમનો વિકાસનો સાચો વિકાસ થઇ શકેશે.
હોમ સ્ટે તથા ટુરીસ્ટ ગાઈડને કરવામાં આવ્યા સન્માનિત

આ પ્રસંગે ગુજરાતના હોમ સ્ટે ધારકો અને ટુરીસ્ટ ગાઈડને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હોમ સ્ટે દ્વારા તથા ટુરીસ્ટ ગાઈડ ધરાવતા આ લોકોએ માત્ર પોતાના અને પોતાના પરિવાર માટે જ નહિ પણ ગુજરાતના પ્રવાસન માટે કરેલા કાર્યોને ગુજરાત ટુરીઝમ દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.
આ ભવ્ય કાર્યક્રમમાં જાણીતી RJ Megha એ Anchor અને Master of Ceremony (MC) તરીકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તેમની ઊર્જાસભર અને સંવાદસભર એન્કરિંગથી કાર્યક્રમમાં ઉત્સાહ અને જીવંતતા જોવા મળી હતી. મહેમાનોના સ્વાગતથી લઈને વિવિધ સેગમેન્ટ અને સ્ટેજ પ્રેઝન્ટેશન સુધી RJ Megha એ કાર્યક્રમને સુવ્યવસ્થિત રીતે આગળ ધપાવ્યો હતો.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.