મુંબઈ, 13 ઑક્ટોબર 2026:** અગામી દિવસોમાં દેશમાં તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને વેપાર જગત અને ગ્રાહકો ઉપર વિપરીત અસર નાં પડે તે હેતુથી UPI મર્ચન્ટ પેમેન્ટ્સ પર Merchant Discount Rate (MDR) લાગુ કરવાનો નિર્ણય દિવાળી સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવેલ છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની UPI અંગેની Services Steering Committee દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પસંદગીના Person-to-Merchant (P2M) UPI વ્યવહારો પર MDR કઈ તારીખથી લાગુ થશે, તેની અલગથી જાહેરાત કરવામાં આવશે. આ નિર્ણયથી વેપારીઓના UPI પેમેન્ટ વ્યવહારો પર સંભવિત અસર થઈ શકે છે. જોકે, હાલની જાહેરાતમાં MDRના દર કે કયા વ્યવહારો પર તે લાગુ પડશે તેની વિગત આપવામાં આવી નથી. આ નિર્ણયથી વેપાર જગત રાહતનો અનુભવ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.
અર્થતંત્ર
વેપારીઓને ગ્રાહકો દ્વારા થતી UPI ની ચુકવણી પરનો ચાર્જ દિવાળી સુધી મૂલત્વી
શેર કરો:
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.