ઇક્વિટીમાં લાંબા ગાળાના મૂડી લાભ પર કરવેરાની સમીક્ષા થશે તે અંગે જાણીતાં વેબપોર્ટલ મનીકંટ્રોલનો દાવો
સરકારી અધિકારીઓ ઇક્વિટીમાં લાંબા ગાળાના મૂડી લાભ (LTCG) પર કરવેરામાં મોટા ફેરફારનું મૂલ્યાંકન કરી રહ્યા છે. આ સંભવિત નીતિ ગોઠવણ તાજેતરના શેરબજારની અસ્થિરતાને પહોંચી વળવા અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા થતા નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવાના પગલા તરીકે વિચારણા હેઠળ છે તેવું માનવામાં આવી રહ્યું છે.આ સમીક્ષા તેના પ્રાથમિકથી ઉપરના તબક્કામાં હોવાનું જાણવા મળી રહ્યું છે, અને આગામી અઠવાડિયામાં આ અંગે નિર્ણય અપેક્ષિત છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. LTCG કર માળખાના રાહત આપવાના નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ આકર્ષક રોકાણ વાતાવરણ બનાવવાનો છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. સરકાર દ્વારા લાંબાગાળાના મૂડી નફામાં રોકાણકારોના હિતમાં ફેરફાર કરવામાં આવે તો શેર માર્કેટ માટે ચોક્કસ ઉપયોગી બની શકે છે. જો કે અગામી અઠવાડિયામાં આ અંગે કોઈ જાહેરાત થાય તે અંગે નિષ્ણાંતોમાં મુંજવણ પ્રવર્તી રહી છે. નિષ્ણાતોનો એક વર્ગ એવું માને છે કે આ નિર્ણય જો કરવામાં આવે તો પણ બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. નાણાકીય વર્ષ દરમ્યાન આ કરવું શક્ય નથી તેવું મોટા પ્રમાણમાં ટેક્સ નિષ્ણાંતો માની રહ્યા છે. જો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં સકારાત્મક ફેરફારો કરવાં અંગે સરકાર વિચારી રહી છે તે અંગેની જાહેરાત પણ શેર બજારને રોકતી અટકાવવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.