ગુજરાત

DSC મેરેથોન ૨૦૨૬નું થયું સતત ત્રીજા વર્ષે આયોજન: વિગ્નેશ ચાવડાએ ૨૫ મિનીટ ૧૩ સેકન્ડમાં ૮ કિલોમીટરની દોડ કરી પૂર્ણ

Bhavya D. Popat January 20, 2026 • 2 min read
શેર કરો:
0:00
AUDIO

ઊનના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ, Dy. Sp શ્રી એમ. એફ ચૌધરીએ મેરેથોનને ફ્લેગ ઓફ કરી ખાસ સ્પર્ધકોને આપ્યું પ્રોત્સાહન
સતત ત્રીજા વર્ષે DSC પબ્લિક સ્કુલ ઉના દ્વારા મેરેથોનનું આયોજન: વાત્સલ્ય હોસ્પિટલ તથા આશા ફર્ટીલીટી સેન્ટર હતા મુખ્ય સ્પોન્સરર
તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ઉના તાલુકા અને દિવ જિલ્લાના સ્પર્ધકો માટે DSC મેરેથોનમાં સતત ત્રીજા વર્ષે આયોજન DSC પબ્લિક સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું. આઠ કી.મી. લાંબી આ મેરેથોનમાં ૨૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ મેરેથોનને ફ્લેગ ઓફ કરી શરૂ કરવાં સમયે ઊનના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને ઊનના Dy. SP. એમ.એફ ચૌધરી ઉપરાંત મેરેથોન ન મુખ્ય સ્પોન્સર વાત્સલ્ય હોસ્પિટલના ડો. આશિષ વકીલ તથા ડો. અલ્કા વકીલ દ્વારા કરવામાં આવી હતી. ઊનના ગીર ગઢડા રોડ બાયપાસ પાસેથી સ્પર્ધા શરૂ થઈ ૮ કી.મી નું અંતર કાપી DSC પબ્લિક સ્કૂલ વેરાવળ રોડ ખાતે પૂર્ણ થઈ હતી. આ સ્પર્ધામાં ૧ થી ૧૦ ઇનામો ભાઈઓ માટે, ૧ થી ૫ ઇનામો બહેનો માટે અને સિનિયર ભાઈઓ માટે ૧ થી ૩ ઇનામો રાખવામાં આવ્યા હતા. ભાઈઓની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિગ્નેશ ચાવડા, દ્વિતીય ક્રમે ધર્મેશ મેવાડા અને તૃતીય ક્રમે અલ્પેશ સોલંકી રહ્યા હતા. સીનીયર સીટીઝન ભાઈઓમાં પ્રથમ ક્રમે બીજલભાઈ રાઠોડ, દ્વિતીય ક્રમે ડો સતીશભાઈ પડશાળા અને તૃતીય ક્રમે સંજયભાઈ સાંખટ આવ્યા હતા.

Additional Image

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW