ગૃહ મંત્રાલયે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામોની ઔપચારિક જાહેરાત કરી છે. પદ્મ વિભૂષણ પુરસ્કારો 5 વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યા છે, જ્યારે પદ્મ ભૂષણ પુરસ્કારો 13 વ્યક્તિઓને અને પદ્મ શ્રી પુરસ્કાર 113 વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યા છે. પુરસ્કાર મેળવનારાઓમાં 19 મહિલાઓ છે. પદ્મ વિભૂષણ એવોર્ડ મેળવનારાઓમાં પીઢ અભિનેતા ધર્મેન્દ્રસિંહ દેઓલ, કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વીસી અચ્યુતાનંદન, બન્નેને મરણોત્તર, કે. ટી. થોમસ, શ્રીમતી એન રાજન અને પી નારાયણન છે. પદ્ભ વિભૂષણ આપણા દેશ માટે બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર તરીકે ગણવામાં આવે છે. 77માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ પદ્મ વિભૂષણ ઉપરાંત પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર મેળવનારાઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતના વડા પ્રધાન દ્વારા નિયુક્ત કમિટી આ પુરસ્કારોના નામોને મંજૂરી આપે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ દર વર્ષે 01મી મેથી 15મી સપ્ટેમ્બરની વચ્ચે નામ માટેનો પ્રસ્તાવ રજુ કરવાનો રહેતો હોય છે. પ્રાપ્ત સૂચનમાંથી સમિતિ એવોર્પડ વિજેતાઓની પસંદગી કરે છે જેની ઔપચારિક જાહેરાત ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. ભારત રત્ન અને પદ્મ વિભૂષણ સહિતના પુરસ્કારોની શરૂઆત વર્ષ 1954 માં કરવામાં આવી હતી. 1954 થી, દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. એ નોંધવું રસપ્રદ છે કે પુરસ્કારોના ઇતિહાસમાં બે વખત આ પુરસ્કારો સ્થગિત કરવામાં આવ્યા હતા. આવો પહેલો દાખલો ત્યારે હતો જ્યારે તત્કાલીન પીએમ મોરારજી દેસાઈએ 1977માં રાજકીય રીતે પ્રભાવિત હોવાના કારણ આગળ ધરી આ પુરસ્કારોને સ્થગિત કર્યા હતા. બીજી વખત વર્ષ 1992માં આ પુરસ્કારો સામે કરવામાં આવેલ જાહેર હિતની અરજીઓને કારણે સ્થગિત કરવામાં આવી હતી. એ પણ નોંધનીય છે કે પુરસ્કાર મેળવનારને આ પુરસ્કારોનું પ્રમાણપત્ર તથા મેડલ મળતું હતું પરંતુ તેમને આ પુરસ્કારોમાં કોઈ આર્થિક રકમ મળતી હોતી નથી. .
રાજનીતિ
પદ્મ એવોર્ડ્સ 2026નું અનાવરણ કરવામાં આવ્યું: દેશ આપી રહ્યો છે વિરલ વ્યક્તિત્વને સન્માન
શેર કરો:
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.