રાજનીતિ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન

Bhavya D. Popat January 28, 2026 • 2 min read
શેર કરો:
0:00
AUDIO

વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે. તેઓ 67 વર્ષના હતા. માહિતી મળી રહી છે કે આજે સવારે થયેલા આ અકસ્માતમાં અજિત પવાર સહિત અન્ય 4 લોકોના મોત થયા છે. આગામી જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર માટે લોકોની રેલીને સંબોધવા માટે વિમાન મુંબઈથી બારમતી જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. પ્લેનમાં ટેક્નિકલ ખામીના કારણે આ ઘટના બની હોવાની શક્યતા પ્રાથમિક ધોરણે દર્શાવવામાં આવી રહી છે. આ ઘટનાથી મહારાષ્ટ્ર સહિત દેશના રાજકીય જગતમાં શોકનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે તેઓ મહારાષ્ટ્રની અલગ-અલગ સરકારોમાં સૌથી લાંબા સમય સુધી નાયબ મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. તેઓ પ્રખર રાજકીય નેતા શરદ પવારના ભત્રીજા હતા અને મહારાષ્ટ્રના રાજકારણમાં તેમનો ઘણો પ્રભાવ હતો.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

સંબંધિત સમાચાર

Advertisement
TEST AD - SHOULD SHOW